માધાપર-બેડી બાયપાસ હાઇ-વે પરથી 1.23 લાખનો દારૂ ભરેલી કાર પકડાઇ : ચાલક ફરાર

રણછોડનગરમાં કારખાનાની ઓફિસ અને રિક્ષામાંથી 23 હજારના દારૂ સાથે 3 પકડાયા: યાજ્ઞિકરોડ પરથી 4 બોટલ સાથે 1 ઝબ્બે શહેરમાં દારૂની હેરાફેરી ઉપર રોક લગાવવા પોલીસ…

રણછોડનગરમાં કારખાનાની ઓફિસ અને રિક્ષામાંથી 23 હજારના દારૂ સાથે 3 પકડાયા: યાજ્ઞિકરોડ પરથી 4 બોટલ સાથે 1 ઝબ્બે

શહેરમાં દારૂની હેરાફેરી ઉપર રોક લગાવવા પોલીસ કમિશનરની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે શહેરમાં દારૂના ત્રણ દરોડો પાડવામાં આવ્યા હતા. માધાપર -બેડી હાઇવે પરથી 1.23 લાખનો દારૂ ભેરલી કાર ઝડપી લીધી હતી. જોકે પોલીસને જોઇ કાર ચાલક કાર રેઢી મુકી ફરાર થઇ ગયો હતો. આ ઉ5રાંત રણછોડનગરમાં કારખાનની ઓફીસ અને રીક્ષા માથી 23 હજારના દારૂ સાથે ત્રણ શખ્સોને અને યાજ્ઞિક રોડ પરથી 4 બોટલ દારૂ સાથે સ્કૂટર સવાર શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસ.વી.ચુડાસમા, કોન્સ્ટેબલ અરવિંદ ફતેપરા, સંજય અલોગતર, કરણ કોઠીવાર સહિતનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો. દરમિયાન બેડીચોકડીથી માધાપર ચોકડી આવતી કારમાં દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમીના આધારે પોલીસે મેશુરભગત ચોક પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને અટકાવતા કાર ચાલક પોલીસને જોઇ કાર રેઢી મુકી ટ્રાફિકનો લાભ લઇ અન્ય વાહનમાં બેસી નાશી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડના બિયરના ટીન નંગ 576 (કિં. 1,22,400) મળી આવતા પોલીસે દારૂ અને કાર મળી કુલ 4,22,400નો મુદામાલ કબજે કરી કાર મૂકી નાશી છુટેલા અજાણયા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

બીજા બનાવમાં સંતકબીર રોડપર રણછોડનગર શેરી નં5માં આવેલા સુરાપુરદાદા લખેલા કારખાના ખાતે રીક્ષા ચાલક દારૂનો જથ્થો ભરી ડિલેવરી આપવા આવ્યો હોવાની બાતમીના આધારે ડીસીબીની ટીમે દરોડો પાડી કારખાનાની ઓફિસમા તલાશી લેતા તેમાંથી દારૂની બોટલ નંગ 9 અને બિયરના ટીન નંગ 5 મળી આવ્યા હતા. બાદમાં રીક્ષાની તલાસી લેતા ડ્રાઇવર સીટ નીચે થેલીમાથી દારૂની બોટલ નંગ 10 તથા રીક્ષાની પાછળની સીટ પાછળ સાઉન્ડ સિસ્ટમમાં છુપાવેલી વિદેશી દારૂની બોટલ નંગ 2 મળી આવી હતી આ કુલ દારૂની બોટલ નંગ 21 અને બિયરના ટીન નંગ5 કુલ 22500નો દારૂ અને રીક્ષામળી રૂા.62590નો મુદામાલ કબજે કરી આરોપી ખોડા ધનાભાઇ રોજાસરા, ભાવીન કાંન્તીભાઇ દોગા અને વિજય વાઘજીભાઇ ગાંગાણીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે ત્રીજા બનાવમાં યાજ્ઞિક રોડ પરથી પસાર થતા સ્કૂટર ચાલક શખ્સને અટકાવી તલાસી લેતા સ્ૂકટરની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 4 કિં.1900 મળી આવતા પોલીસે સ્કૂટર ચાલક જતીન પ્રવિણભાઇ ગોસ્વામી રહે રૈયારોડને ઝડપી લઇ સ્કૂટર અને દારૂ મળી કુલ રૂ.27600નો મુદામાલ કબજે કરી કાયેદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *