ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાઇ, RK યુનિ.ના કર્મચારીનું મોત

શહેરની ભાગોળે આવેલી આર.કે. યુનિવર્સિટીમાં નોકરી કરતો સુલતાનપુરનો યુવાન કાર લઇ નોકરી ઉપર આવતો હતો ત્યારે ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાતા…


શહેરની ભાગોળે આવેલી આર.કે. યુનિવર્સિટીમાં નોકરી કરતો સુલતાનપુરનો યુવાન કાર લઇ નોકરી ઉપર આવતો હતો ત્યારે ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાતા તેનું મોત નીપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ ગોંડલના સુલતાનપુર ગામે રહેતો હર્ષિત કિશોરભાઇ વઘાસીયા (ઉ.24)નામનો યુવાન રાજકોટમાં આર.કે. યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. આજે સવારે તે સુલતાનપુરથી કાર લઇ નોકરી ઉપર આવતો હતો ત્યારે પાચીયાવદર નજીક પહોંચતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં હર્ષિતને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, અહીં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.


પ્રાથમિક તપાસમાં મૃતક એકનો એક ભાઇ હોવાનું અને હજુ પાંચ મહિલના પહેલા જ પ્રેમલગ્ન ર્ક્યા હતા. ઉજાગરો હોવાથી ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવથી એકના એક પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *