ઐતિહાસિક જહાજ ટાઇટેનિક ડૂબવાની ઘટના આજે પણ અરેરાટી અને અજંપો કરાવે છે. 1912માં ટાઇટેનિક ડૂબ્યું ત્યારે 1500 લોકો મૃત્યુ પામ્યા હતા. ઐતિહાસિક જહાજ ટાઇટેનિક ડૂબવાની ઘટના આજે પણ અરેરાટી અને અજંપો કરાવે છે. 1912માં ટાઇટેનિક ડૂબ્યું ત્યારે 1500 લોકો મૃત્યુ પામ્યા હતા. જહાજના કેપ્ટન આર્થર રોસ્ટ્રોને 700 લોકોના જીવ બચાવ્યા હતા. એ ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ ધનિક જોન બી. થાયર, જોન જેકબ એસ્ટર અને જ્યોર્જ ડી વાઇડનરની વિધવાઓએ કેપ્ટન આર્થરને 18 કેરેટ સોનાની ટિફની ઍન્ડ કંપનીની પોકેટ-વોચ ભેટ આપી હતી.
કેપ્ટન ન્યુ યોર્કથી ભૂમધ્ય સાગરની યાત્રા કરી રહ્યા હતા ત્યારે ટાઇટેનિકમાંથી મદદની પોકાર સાંભળીને તેમણે પોતાનું સ્ટીમશિપ આરએમએસ કાર્પેથિયાનો રૂૂટ બદલીને લોકોને ઉગાર્યા હતા. ટાઇટેનિક સાથે સંકળાયેલી વસ્તુઓની લિલામીમાં આ ઘડિયાળની પણ લિલામી થઈ હતી. એની પ્રારંભિક કિંમત 1.485 મિલ્યન ડોલર રખાઈ હતી. આ ઘડિયાળ તાજેતરમાં બે મિલ્યન ડોલર એટલે કે લગભગ 16.88 કરોડ રૂૂપિયામાં વેચાઈ છે.
