કેન્સર વોરિયર્સ દ્વારા જિલ્લા કલેકટરનું સન્માન

  આજરોજ કેન્સર કેર ફાઉન્ડેશનના કેન્સર વોરિયર્સે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું ઉષ્માભર્યું સન્માન કર્યું હતું. કલેક્ટર શ્રી જોશીને ફુલ બુકે અર્પણ કરીને તેમની કામગીરીને બિરદાવવામાં…

 

આજરોજ કેન્સર કેર ફાઉન્ડેશનના કેન્સર વોરિયર્સે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું ઉષ્માભર્યું સન્માન કર્યું હતું. કલેક્ટર શ્રી જોશીને ફુલ બુકે અર્પણ કરીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

રાજકોટ જિલ્લામાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનું અસરકારક પાલન થયું છે, જેમાં રાજકોટ સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ કલેક્ટર નું સન્માન કરવામાં આવ્યું હતું.

રાજકોટ માટે ગૌરવ સમાન આ સિદ્ધિની ઉજવણીના ભાગરૂૂપે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા કલેક્ટર નું વિવિધ રીતે સન્માન કરવામાં આવ્યું હતું. બીનાબેન કામદાર દ્વારા તેમને સુંદર ગુલદસ્તો ભેટમાં આપવામાં આવ્યો હતો, જ્યારે દીપકભાઈ સોલંકીએ પોતાના હાથે બનાવેલાં પ્રભાવશાળી ચિત્રો અને ફોટો ફ્રેમ અર્પણ કર્યા હતા. કલેક્ટર સોલંકીની કલાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે આ ચિત્રોનું પ્રદર્શન યોજવા માટે સૂચન પણ કર્યું હતું.

આ ઉપરાંત, રાજુભાઈ પરમારે પોતાની બનાવેલી સુગંધિત અગરબત્તીઓ ભેટમાં આપી હતી, જ્યારે નાની બાળકી ક્રિષ્નાએ ફૂલો આપીને કલેક્ટર નું સન્માન કર્યું હતું.
સન્માન સમારોહ દરમિયાન, કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પેલેટીવ કેર માટે જરૂૂરી મદદ અંગે વાત કરવામાં આવી હતી, જેના પ્રતિભાવમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એ તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. અશ્વિનભાઈ સોલંકી દ્વારા પણ કેન્સર કેર ફાઉન્ડેશન વતી કલેક્ટર નું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *