મવડી હેડ કવાર્ટર્સ ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં વાર્ષિક ઈન્સ્પેક્શન જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની કામગીરીનો કરાયો રિવ્યૂ
રાજકોટ જિલ્લાનું વાર્ષિક ઈન્પેક્શન આજે રાજકોટના મવડી ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયું હતું. જેમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવના અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં આ પ્રસંગે રેન્જ આઈજી દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ આજથી કડક ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના આગેવાનીમાં પરેડ યોજાઈ હતી. ઉપરાંત જિલ્લાના તમામ અધિકારીઓ સાથે ક્રાઈમ કોેન્ફરન્સમાં પોલીસ વડાએ મહિલાઓ સામેના ગુના અંગે ખાસ ઝુંબેશ શરૂ કરવા આદેશ આપ્ય છે. તેમજ આજથી જિલ્લામાં વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.
મવડી હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સેરેમોનિયલ પરેડમાં રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં જિલ્લાા પોલીસ વડા હિમકર સિંહની આગેવાનીમાં આ પરેડ યોજાઈ હતી. આ પ્રસંગે રાજકોટ ગ્રામ્ય અશ્ર્વદળ તથા ડોગસ્ક્વોડની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. જિલ્લાના એએસપી સહિતના તમામ જિલ્લાના પીઆઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ સેરેમોનિયલ પરેડ સાથે રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઈન્પેક્શન પણ કરવામાં આવ્યું હતું અને જિલ્લા પોલીસ વડા સાથે તમામ પોલીસ સ્ટેશનની કામગીરીનો રિવ્યું કરવામાં આવ્યો હતો.
આ અંગે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે પત્રકાર સાથેનીવાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા જિલ્લામાં ચાલુ વર્ષે ગુના ખોરીના ગ્રાફમાં ઘટાડો થયો છે. જિલ્લામાં આજથી વ્યાજખોરો વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવશે અને જે તે પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માગતા અરજદારો માટે ખાસ લોકદરબાર પણ યોજાશે જિલ્લામાં વ્યાજખોરીના કેસો વધી રહ્યા હોય ત્યારે પોલીસવડા દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને નિર્ભયપણે વ્યાજખોરો સામે ફરિયાદ કરવા આગળ આવવા અપીલ કરી છે. જિલ્લામાં વ્યાજખોરોને ખો ભૂલાવી દેવા પોલીસે કમર કસી લીધી છે. અને આગામી દિવસોમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત મહિલાઓને લગતા ગુના અંગે પણ જિલ્લા પોલીસવડા હિમકર સિંહે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને મહિલાઓ સામેના ગુનામાં ત્વરીત કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
ગત વર્ષ કરતા ગુનાખોરીમાં 30 ટકા ઘટાડો થયાનો દાવો
રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની આગેવાનીમાં યોજાયેલ સેરેમોનિયલ પરેડમાં આજે જિલ્લા પોલીસ વડાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, જિલ્લામાં ગત વર્ષ કરતા ગુનાખોરીમાં 30 ટકા જેટલો ઘટાડો થયો છે. ગંભીર ગુનાઓમાં 5થી 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં બનતા ગંભીર ગુનાઓનો ભેદ પણ તાત્કાલીક ઉકેલાય ગયો છે. ચોરી, લૂંટ, ધાડ અને દુષ્કર્મ જેવી ઘટનાઓમાં પોલીસે ત્વરીત કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધા છે. રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની કામગીરી અંગે પણ જિલ્લા પોલીસ વડાએ સમીક્ષા કરી હતી.
