ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ હતી. સવારે 10 વાગ્યે શરૂૂ થયેલી આ બેઠકમાં આગામી વિધાનસભાના બજેટ સત્રની પૂર્વ તૈયારીઓ, ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણયો, તેમજ રાજ્યમાં યોજાનારા ધાર્મિક ઉત્સવોની વ્યવસ્થાઓ સહિતના અનેક મહત્વના નીતિગત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસ અને સુશાસનને કેન્દ્રમાં રાખીને નિર્ણય લેવાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
બેઠકના પ્રારંભમાં 16 ફેબ્રુઆરીથી શરૂૂ થનારા વિધાનસભાના બજેટ સત્ર અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. નાણાં વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વર્ષ 2026-27ના રાજ્ય બજેટની રૂૂપરેખા પર મંત્રીમંડળમાં મનોમંથન થયું હતું. નોંધનીય છે કે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ 17 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં બજેટ રજૂ કરનાર છે. આ સત્ર દરમિયાન રજૂ થનારા વિવિધ સરકારી વિધેયકો, નીતિગત સુધારાઓ અને વિકાસલક્ષી યોજનાઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જેથી સત્ર સરળ અને પરિણામલક્ષી રીતે આગળ વધે.
કેબિનેટ બેઠકમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા રવિ પાકની સિઝન દરમિયાન ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આયોજનને આખરી સ્વરૂૂપ આપવામાં આવ્યું છે. ખરીદી પ્રક્રિયા પારદર્શક રહે અને ખેડૂતોને સમયસર ચુકવણી થાય તે માટે સંબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, સિંચાઈ સુવિધાઓ, વીજ પુરવઠા અને કૃષિ આધારિત માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી.
બેઠક દરમિયાન જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વતની તળેટીમાં યોજાનારા ભવ્ય મહાશિવરાત્રી મેળાની પૂર્વ તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડતા હોવાથી સુરક્ષા વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, ટ્રાફિક વ્યવસ્થાપન, પીવાના પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓને સુદ્રઢ બનાવવા માટે મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું. તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભવનાથનો મેળો અત્યાર સુધી યોજાતો હતો એનાથી મોટું સ્વરૂૂપ આપવાનું આયોજન ટુરીઝમ વિભાગ દ્વારા છે.
