બોમ્બે સુપર હાઇટ્સમાં વેપારીએ ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો

આપઘાતનું કારણ અકબંધ; પરિવારમાં કલ્પાંત શહેરમાં પેડક રોડ પર આવેલ બોમ્બે સુપર હાઇટ્સમાં રહેતા ચાંદી કામના વેપારીએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી…

આપઘાતનું કારણ અકબંધ; પરિવારમાં કલ્પાંત

શહેરમાં પેડક રોડ પર આવેલ બોમ્બે સુપર હાઇટ્સમાં રહેતા ચાંદી કામના વેપારીએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુ હતું. આધેડના આપઘાતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ પર આવેલ બોમ્બે સુપર હાઇટ્સમાં રહેતા હિતેષભાઇ નાનજીભાઇ ગજેરા નામના 53 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ આધેડે દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.

આ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર છે. હિતેષભાઇ ગજેરા ચાંદી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતા હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી આધેડના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *