અમરેલીનો વેપારી કંપનીના નામે નકલી દવા 1300ના બદલે 250માં વેચતો હતો
રાજકોટના કાંગશીયાળી ગામની સીમમાં ટુબડી ક્ધસન્ટલીગ પ્રા.લી.નામની ખેતીની દવાના નામે નકલી દવાઓ કેટલાક શખસે વેચતા હોવાની ફરીયાદના આધારે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી અમરેલીના કમીશન એજન્ટની ધરપડક કરી તેની પાસેથી રૂૂ.7.75 લાખની કિંમતના નકલી દવાઓનો જથ્થો કબજે કર્યો હતો. સૌરાષ્ટ્રમાં આવા અનેક કમીશન એજન્ટો ખેતીની નકલી દવાઓનુ વેચાણ સસ્તાભાવે કરતા હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવતા એસઓજીએ આ દવા ક્યાથી લઈ આવ્યો? તેમજ આ ધંધામાં વધુ કેટલાક શખસોની સંડોવણી છે ? સહીતની બાબતો ઉપર પુછતાછ શરૂૂ કરી છે.
ઉતર પ્રદેશમાં ટુબડી ક્ધસન્ટલીગ પ્રા.લી. નામે ખેતીની દવા બનાવતી કંપનીમાં મેનેજર પ્રેમ દયારામ શર્માએ આ મામલે પોલીસને ફરીયાદ કરી હતી કે છેલ્લા કેટલાક સમયથી તેમની રાજકોટના જીલ્લામાં તેમની કંપનીની દવાઓ સસ્તાભાવે વેંચણ કરવામાં આવી રહી છે અને આ દવા નકલી છે.
જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ.એ.પારગી સહીતના સ્ટાફે તપાસ કરી છટકુ ગોઠવી કાંગશીયાળી ગામની સીમમાં ગ્લોબલ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં નકલી દવાઓની હેરાફેરી કરતા અમરેલીનો દર્શન જયેશભાઈ ગઢાદરાને ઝડપી લઇ તેની પાસેથી રૂૂ.7.75 લાખની કિંમતના નકલી દવાઓના જથ્થો કબજે કર્યો હતો. પોલીસની તપાસમાં ખેતીની દવાઓ બનાવતી ટુબડી ક્ધસન્ટલીગ કંપનીની દવાઓ 1300માં વેચતી હોય જે કમીશન એજન્ટ દર્શન માત્ર 250માં વેચતો હોવાનુ બહાર આવતા આ દવાઓનો જથ્થો ક્યાથી લાવ્યો? તેમજ અન્ય કેટલાક કમીશન એજન્ટો છે? સહીતની તપાસ હાથ ધરી છે.
ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી,પીએસઆઈ કે.એમ.ચાવડા સાથે એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, વિપુલભાઇ ગુજરાતી,શિવરાજભાઇ ખાચર, વિરરાજભાઇ ધાધલ, વિજયભાઇ વેગડ, મયુરભાઇ વિરડા, અનિરૂૂધ્ધસિંહ જાડેજા, નૈમીષભાઇ મહેતા ,વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઇ કોઠીવાર, કલ્પેશભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહિલ,રામદેવસિંહ ઝાલા, નવદિપભાઇ બાબરીયા, નિર્મળસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી
