10 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી વેપારીને બે વર્ષની સજા

શહેરમાં રહેતા યુવાને સગા અને મિત્રતાના દાવે સંબંધીને આર્થિક મદદ માટે આપેલા રૂૂપિયા 10 લાખ પરત કરવા આપેલો ચેક વગર વસૂલાતે બેંકમાંથી પરત ફરવાના ગુનાનો…

શહેરમાં રહેતા યુવાને સગા અને મિત્રતાના દાવે સંબંધીને આર્થિક મદદ માટે આપેલા રૂૂપિયા 10 લાખ પરત કરવા આપેલો ચેક વગર વસૂલાતે બેંકમાંથી પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે વેપારીને બે વર્ષની સજા અને ચેકની રકમનું ડબલ વળતર ચૂકવવા તેમજ એક મહિનામાં 50% રકમ ચૂકવવામાં આરોપી નિષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરમાં રહેતા દિનેશભાઈ ને ધંધામાં જરૂૂરિયાત ઉપસ્થિત થતા સગા અને મિત્રતાના દાવે વિવેકભાઈ દિલીપભાઈ ડોડીયાએ પોતાના સગા સંબંધીઓ પાસેથી મળી રૂૂપિયા દસ લાખની આર્થિક મદદ વર્ષ 2016માં કરી હતી. બાદ નોટબંધી અને કોરોના કાળના હિસાબે વિવેકભાઈ ડોડીયા એ માનવતાની રૂૂએ રકમ ની માગણી ન કરી હતી. બાદ દિનેશભાઈની ધંધાકીય અને પરિસ્થિતિની અનુકૂળતા થતા રકમની માંગણી કરતા દિનેશભાઈ પાંચ પાંચ લાખના બે ચેક આપ્યા હતા જે બંને ચેકો બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ દિનેશભાઈને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.

બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદી વિવેકભાઈ ડોડીયા ના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદા ને ધ્યાને લઈ અદાલતે આરોપી દિનેશભાઈ ને બે વર્ષની સાદી કેદની સજા અને દસ લાખના ચેકની સામે 20 લાખ રૂૂપિયાનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે તેમજ એક મહિનામાં 50% રકમ ચૂકવવાનો આરોપી નિષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો છે. આ કામમાં ફરિયાદી વધતી એડવોકેટ તરીકે વિશાલ સિંધવ રોકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *