રાજકોટની મહિલા પર દુષ્કર્મ ગુજારી બચકા ભરનાર બસ ડ્રાઇવર ઝડપાયો

રાજકોટમાં રહેતી અને મજુરી કરી પરીવારનુ ગુજરાન ચલાવતી મહિલાએ ગઇકાલે પોતાની દુષ્કર્મની ફરીયાદમાં વંથલીમાં રહેતા અને રાઘવ ટ્રાવેલ્સમાં ડ્રાઇવરની નોકરી કરતા રાહુલ લાખાભાઇ હુંબલનુ નામ…

રાજકોટમાં રહેતી અને મજુરી કરી પરીવારનુ ગુજરાન ચલાવતી મહિલાએ ગઇકાલે પોતાની દુષ્કર્મની ફરીયાદમાં વંથલીમાં રહેતા અને રાઘવ ટ્રાવેલ્સમાં ડ્રાઇવરની નોકરી કરતા રાહુલ લાખાભાઇ હુંબલનુ નામ આપ્યુ હતુ. તેમની સામે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં પીઆઇ ડી. એમ. હરીપરા, રાઇટર કાનાભાઇ અને મહેશ મંઢ સહીતના સ્ટાફે આરોપીને ઝડપી લઇ કાયદાનુ ભાન કરાવ્યુ હતુ. મહીલાએ પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેમને 3 સંતાન હતા જેમાંથી એક દિકરીનુ અવસાન થયુ હતુ જેથી પોતે આઘાતમાં સરી પડી હતી તેમજ પતિ પણ દારૂના રવાડે ચડી ગયા હતા. ત્યારબાદ પોતે રાજકોટથી જુનાગઢ અવર જવર કરતી હતી ત્યારે ટ્રાવેલ્સના ડ્રાઇવર રાહુલ હુંબલ સાથે મુલાકાત થઇ હતી તેમની સાથે પરીચય કેળવ્યા બાદ રાહુલે સહાનુભુતિ કેળવી દિકરીના મૃત્યુનુ દુ:ખ ભુલાવવા માટે વંથલી પોતાના ઘરે બોલાવી હતી અને રાહુલે તેમના પત્ની અને માતા સાથે આ મહીલાની મુલાકાત કરાવી હતી.


ત્યારબાદ દારૂના રવાડે ચડી ગયેલા પતિના ત્રાસથી પીછો છોડાવવા માટે રાહુલે મહીલાને લગ્નની લાલચ આપી અને પતિ સાથે છુટાછેડા લઇ લેવાનુ કહેતા મહીલાએ છુટાછેડા લઇ લીધા હતા ત્યારબાદ રાહુલ અવારનવાર મહીલાના ઘરે પહોંચી મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધતો હતો. ત્યારબાદ એક રાત્રે અચાનક રાહુલ ઘરે પહોંચ્યો અને મહિલા સાથે વાત કરી શરીર સબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલાએ ના પાડતા ઉશ્કેરાયેલા રાહુલે મહિલાને ખભા પર અને શરીરે બટકા ભરી લીધા હતા અને બદનામ કરવાની ધમકી આપી મારકુટ કરી ત્યાથી ભાગી ગયો હતો આ મામલે ફરીયાદ નોંધાવતા રાજકોટ તાલુકા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *