બુમરાહની બોલિંગ સ્ટ્રેટજી પર સવાલ ઉઠાવ્યા હતા
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 2025 એશિયા કપ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફની એક સોશિયલ મીડિયા પોસ્ટની આકરી ટીકા કરી છે. કૈફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર બુમરાહની બોલિંગ સ્ટ્રેટેજી અને વર્કલોડ મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા હતા, જેનો બુમરાહે સીધો જવાબ આપતાં તેને ખોટો ગણાવ્યો હતો. એશિયા કપ ફાઈનલ પહેલા જ આ વિવાદે જોર પકડ્યું છે, જ્યાં ભારત પાકિસ્તાનનોે સામનો કરશે.
હકીકતમાં, ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025માં એક અલગ યોજના સાથે રમી રહી છે. જસપ્રીત બુમરાહને ડેથ ઓવરનો નિષ્ણાત માનવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં, તે પાવરપ્લેમાં તેની ચારમાંથી ત્રણ ઓવર ફેંકી રહ્યો છે, જેના પર મોહમ્મદ કૈફે સવાલ ઉઠાવ્યો છે. કૈફે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં બુમરાહ સામાન્ય રીતે અંતિમ ઓવરોમાં વધુ બોલિંગ કરતો હતો . જોકે, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં આવું નથી, જે વિરોધી ટીમના બેટ્સમેનો માટે રાહતની વાત છે.
