જામકંડોરણા પંથકમાં ચાલતી ગેરકાનૂની રેતી ખનન પ્રવૃત્તિઓ પર બુલડોઝર ચાલશે

  જામકંડોરણા ધોરાજી ની જીવાદોરી સમાન ફોફર નદીમાંથી દરવર્ષ લાખો કરોડો ની કાળી રેતી ઉલેચવામા આવી રહી છે વખતો વખત લેખીત મૌખીક રજુઆત કરવા છતાંય…

 

જામકંડોરણા ધોરાજી ની જીવાદોરી સમાન ફોફર નદીમાંથી દરવર્ષ લાખો કરોડો ની કાળી રેતી ઉલેચવામા આવી રહી છે વખતો વખત લેખીત મૌખીક રજુઆત કરવા છતાંય સ્થાનિક તંત્ર દ્રારા કોઈ નક્કર પગલાં લેવાયા આવ્યા નથી
જામકંડોરણામાં ફાટી ને ધુંવાડે ગયેલા ખનીજ માફીયાઓ અગાઉ ખનન અટકાવવા સમાચાર બનાવ્યા હતા એ પત્રકારોને ટાંટિયા ભાંગી નાખવા ની લુખ્ખી ધમકી પણ ભૂતકાળમાં આપી ચુક્યા છે.

કુદરતી સંપત્તિ સમાન જામકંડોરણા ફોફર નદીની રેતી ને લુંટીને ઘર ભેગી કરવાનું કારસ્તાન ઘણાય સમય થી ચાલે છે. પરંતું આજે જાણે જામકંડોરણા ના ખનીજ માફીયાનો દિવસ ખરાબ હોય તેમ જામકંડોરણા ના મામલતદાર એ એક રેતી ભરેલો ટ્રક પકડી પાડ્યો હોવા ના સારા સમાચાર જામકંડોરણા ની પ્રજા ને સાંભળવા મળ્યા રેતી ઉલેચવાના કારણે નદીના તર નીચે વય જાય છે અને નદીમાં નાખેલી ખેતી ની સિંચાઈ માટેની પાણી ની પાઇપલાઇન તૂટી જવાની પણ અનેક મુંજવણ ખેડૂતોને થતી હોવાથી સારા સમાચાર સાંભળતા જ ખેડૂતો માં ખુશી ની લહેર છવાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *