સાધ્વી પર હુમલો કરનાર નાના સાધુના બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યુ

જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના મહામંડલેશ્વર પર જીવલેણ હુમલો કરી ફરાર થયેલા માથાભારે સાધુ શિવગિરી સામે આજે 26 નવેમ્બરે તંત્રએ લાલ આંખ કરી. મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસ…

જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના મહામંડલેશ્વર પર જીવલેણ હુમલો કરી ફરાર થયેલા માથાભારે સાધુ શિવગિરી સામે આજે 26 નવેમ્બરે તંત્રએ લાલ આંખ કરી. મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસ પાછળ શિવગિરીએ ખડકી દીધેલા ગેરકાયદે પાકા બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ કાર્યવાહી દરમિયાન તંત્ર અને પોલીસ દ્વારા શિવગિરીના ઘરની તમામ ઘરવખરી પણ કબજે કરવામાં આવી છે અને તેને ટ્રેક્ટરમાં ભરીને ભવનાથ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.

24 નવેમ્બરની રાત્રે શિવગિરીએ જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના 1008 અધ્યક્ષ મહામંડલેશ્વર ગિરનારી માતા ઉર્ફે સ્વીટુ મા પર હુમલો કર્યો હતો. હુમલાખોર શિવગિરી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. હુમલો કર્યાં બાદ આરોપી શિવગિરી ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી. આ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં શિવગિરી ગુરૂૂ જયદેવગિરી અને અન્ય ત્રણ અજાણ્યા શખસ સામે 1.62 લાખની લૂંટ અને હુમલો કરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે પણ આ જગ્યા પરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું, પરંતુ શિવગિરીએ ફરીથી તે જ સ્થળે બાંધકામ ઊભું કરી દીધું હતું, જેને આજે જમીનદોસ્ત કરાયું છે.2023માં ભવનાથ પોલીસ મથકે તેની ઉપર ઈંઙઈની કલમ 307 મુજબ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. તેણે તે વર્ષે યોજાયેલા શિવરાત્રિના મેળામાં તલવાર લઈને અન્ય સાધુઓને હેરાન કરતો હતો. ત્યારે એક સાધવીએ તેને તેવું કરવાની ના પાડતા આ માથાભારે નાગા સાધુએ તેના પેટના ભાગે તલવાર મારી દીધી હતી.

સાધ્વીને હોસ્પિટલમાં દાખલ કરતા, ત્યાંથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.2023માં ભવનાથ પોલીસ મથકે નોંધાયેલી અન્ય એક ફરિયાદ મુજબ શિવગિરી ઘોડા ઉપર સવાર થઈને એક મહંતના આશ્રમે જઈ ચડ્યો હતો અને મહંતને ગાળો આપીને, મહંત તથા અન્ય એક વ્યક્તિને માર માર્યો હતો. 2024માં રાજ્ય સરકારે તેને જામીન શરતોનો ભંગ કરવા બદલ તેની જામીન રદ કરવા માટે જૂનાગઢની કોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે તે અરજી નકારી નાખી હતી. 2021માં તેને એક સાધુને લાકડીથી માર માર્યો હતો. તેનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. ત્યારે તેને તે અંગે આસપાસમાં શોધખોળ કરતા, ત્યાં નાગા સાધુ શિવગિરીને પૂછ્યું હતું જેથી શિવગિરીએ ઉશ્કેરાઈને તેના માથામાં પાઇપ મારી હતી અને કાચની તૂટેલી બોટલથી જમણા હાથમાં ઈજા કરી હતી. આ કેસમાં પણ તેને જામીન મળ્યા હતા. ત્યારબાદ તેને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી દેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *