જામનગરમાં ફરી આખલા યુધ્ધ, અનેક ટુ-વ્હિલરોને અડફેટે લેતા ભારે નાસભાગ

જામનગર શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત્ રહ્યો છે, ત્યારે ગઈકાલે શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર બે આખલાઓ વચ્ચે જાહેરમાં ભીષણ યુદ્ધ ખેલાતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો…

જામનગર શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત્ રહ્યો છે, ત્યારે ગઈકાલે શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર બે આખલાઓ વચ્ચે જાહેરમાં ભીષણ યુદ્ધ ખેલાતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બંને આખલાઓ લાંબા સમય સુધી સામસામે બાખડતા રહ્યા હતા અને રસ્તા પર આવતાં જતાં વાહનો તથા રાહદારીઓમાં ભય ફેલાયો હતો.

હીરજી મિસ્ત્રી રોડ જેવા સતત વાહનવ્યવહારથી ધમધમતા વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. રસ્તા પર અનેક વાહનો પાર્ક કરેલાં હોવાથી આખલાઓની અડફેટે સાઇકલ, સ્કૂટર સહિતનાં કેટલાંક ટુ-વ્હીલરોને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. આખલાઓના યુદ્ધને કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનો પણ થંભી ગયાં હતાં અને લોકો પોતાનાં વાહનો સલામત સ્થળે ખસેડવા મજબૂર બન્યા હતા.

બંને આખલાઓ વચ્ચે લાંબા સમય સુધી ચાલેલા આ યુદ્ધને કારણે સ્થાનિક રહીશોમાં પણ ભારે કચવાટ જોવા મળ્યો હતો. દરમિયાન કેટલાક લોકોએ આખલાઓને છૂટા પાડવા પાણીનો છંટકાવ સહિતના પ્રયાસો કર્યા હતા. આખરે બંને આખલાઓ છૂટા પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વાહનવ્યવહાર ફરી શરૂૂ થયો હતો. બીજી તરફ, જામનગર મહાનગરપાલિકાની ઢોર પકડ શાખાની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *