માધાપરમાં 8 શેડ, મકાન, દુકાન, દીવાલ પર બુલડોઝર ફરી વળ્યું

મહાનગરપાલિકા દ્વારા પીપી રોડ અને સાર્વજનક પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં આજરોજ વોર્ડ નં. 3 માં…

મહાનગરપાલિકા દ્વારા પીપી રોડ અને સાર્વજનક પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં આજરોજ વોર્ડ નં. 3 માં માધાપરમાં 18 મીટરનો રોડ ખુલ્લો કરવામાટે વાણીજ્ય હેતુ અને રહેણાક હેતુ તેમજ ઔદ્યોગિક બાંધકામો માટે કરવામાં આવેલા આઠ શેડ અને મકાનનું ડિમોલેશન કરી પીપી રોડ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકા દ્વારા આજરોજ વોર્ડ નં. 3 માં ટીપી સ્કીમ નં. 38-1 માધાપરમાં તાલુકા સ્કૂલ વાળા 18 મીટરના ટીપી રોડ ઉપર થયેલા રહેણાકના બે મકાન તેમજ વાણીજ્ય હેતુ માટે બનાવવામાં આવેલ એક મકાન અને એક કમ્પાઉન્ડ દિવાલનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. તેવી જ રીતે વોર્ડ નં. 3 ટીપી સ્કીમ નં. 38-1 માધાપરમાં ધ સ્પેસ એપાર્ટમેન્ટની પાછળ આવેલ 18 મીટરના પીપી રોડ ઉપર વર્ષોથી બની ગયેલા રહેણાકની ઓરડીઓ તેમજ ચાર ઔદ્યોગિક મોટા શેડ અને કમ્પાઉન્ડ વોલનું ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલ્ડોઝર ફેરવી રોડ અને જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. આજની ડિમોલેશનની કામગીરી ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલઝોના સ્ટાફ તથા બાંધકામ શાખા જગ્યારોકાણ શાખા, સોલીડવેસ્ટ શાખા, રોશની શાખા અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે વીજીલસન્સના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વર્ષ 2024માં સરકારના આદેશ બાદ મહાનગરપાલિકાના અલગ અલગ હેતુ માટે ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવાની સૂચના મુજબ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે મુજબ સેન્ટ્રલઝોન, વેસ્ટઝોન અને ઈસ્ટઝોનમાં અનેક ગેરકાયદેસર રહેણાક તેમજ કોમર્શીયલના બાંધકામો માટે નોટીસ આપવામાં આવી છે. જેની અવધી પૂર્ણ થઈ ગયેલ હોય આગમી દિવસોમાં ત્રણેય ઝોનમાં એક સાથે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *