ખંભાળિયામાં રીઢા ગુનેગારના બે માળના મકાન પર બૂલડોઝર ફર્યું

તંત્ર દ્વારા 1200 ફૂટ દબાણ ધ્વસ્ત કરી જમીન ખૂલ્લી કરાવાઇ ખંભાળિયાના એક રીઢા ગુનેગાર દ્વારા સરકારી જમીન પર રહેણાંક મકાન સ્વરૂૂપે કરવામાં આવેલા દબાણ પર…

તંત્ર દ્વારા 1200 ફૂટ દબાણ ધ્વસ્ત કરી જમીન ખૂલ્લી કરાવાઇ

ખંભાળિયાના એક રીઢા ગુનેગાર દ્વારા સરકારી જમીન પર રહેણાંક મકાન સ્વરૂૂપે કરવામાં આવેલા દબાણ પર ગુરુવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં લાખો રૂૂપિયાની કિંમતનું 1,200 ફૂટ જેટલું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું છે.

પોલીસો સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પર એલ.આઈ.સી. ઓફિસની પાછળના ભાગે રહેતા અકબર ઉર્ફે હક્કો અલીમામદ બ્લોચ નામના શખ્સ સામે અગાઉ લૂંટ, ચોરી, હથિયારધારા, મારામારી તેમજ પ્રોહીબીશન સહિતના જુદા જુદા ગુનાઓ નોંધાયા હતા. આથી અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં અસામાજિક તત્વોની યાદી કરી આવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ઉપરોક્ત દ્વારા એલ.આઈ.સી. ઓફિસની પાછળ આશરે 1200 ચોરસ ફૂટ જેટલી સરકારી જમીન પર બે માળના રહેણાંક મકાન સ્વરૂૂપે કરવામાં આવેલું દબાણ ગઈકાલે ગુરુવારે સીટી સર્વે, મામલતદાર, પીજીવીસીએલ અને ફાયર વિભાગની ટીમને સાથે રાખીને દૂર કરવાની કાર્યવાહી કરી, આશરે રૂૂપિયા નવ લાખ જેટલી કિંમતનું આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી.જે. સરવૈયા, સીટી સર્વેના એમ.કે. મકવાણા, પી.એસ.આઈ. ડી.એ. વાળા, યુ.કે. મકવા, વી.આર. વસાવા, ફાયર અધિકારી મીતરાજસિંહ પરમાર, પીજીવીસીએલ અધિકારી આર.એમ. જાડેજા તેમજ અન્ય કર્મચારીઓ દ્વારા કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *