જસદણ અને ધારી પંથકમાં આખલાનો આતંક: યુવાન અને વૃધ્ધને ઈજા

રાજ્યભરમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે અને લોકો તેનો ભોગ બની રહ્યાં હોવાની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે ત્યારે જસદણનાં આટકોટ…

રાજ્યભરમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે અને લોકો તેનો ભોગ બની રહ્યાં હોવાની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે ત્યારે જસદણનાં આટકોટ ગામે બાઈક ચાલક વૃધ્ધ અને ધારીના ઝર ગામે યુવાનને આખલાએ ઢીક મારી હતી. યુવક અને વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણનાં આટકોટ ગામે રહેતાં દલસુખભાઈ બાવજીભાઈ પરમાર નામના 60 વર્ષના વૃધ્ધ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં આટકોટ ગામમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રખડતાં આખલાએ ઢીંક મારતાં વૃધ્ધ બાઈક પરથી નીચે પટકાયા હતાં. જ્યારે બીજા બનાવમાં ધારીનાં ઝર ગામે રહેતા રૂપેશ જીણાભાઈ વાઘેલા નામના 30 વર્ષના યુવકને ત્રણ દિવસ પૂર્વે આખલાએ ઢીંક મારી હતી. યુવક અને વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *