માણાવદરમાં આખલાના આતંકથી અફરાતફરી

ખૂલ્લેઆમ ઘૂમતા આખલાના આતંકથી 35 હજારની જનતા ત્રાહિમામ માણાવદરમાં છાશવારે શહેરમાં રખડતાં ઢોરો અને આખલાના આતંકથી અનેક વિસ્તારોમાં કાયમી આખલા યુદ્ધ થાય છે જેનાથી 35…

ખૂલ્લેઆમ ઘૂમતા આખલાના આતંકથી 35 હજારની જનતા ત્રાહિમામ

માણાવદરમાં છાશવારે શહેરમાં રખડતાં ઢોરો અને આખલાના આતંકથી અનેક વિસ્તારોમાં કાયમી આખલા યુદ્ધ થાય છે જેનાથી 35 હજાર ની જનતા લાંબા સમય થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પણ આ આખલાને પકડી પાંજરે પુરવામાં તંત્ર નિષ્ફળ કેમ ગયું?

આજે સવારે શાક માર્કેટ પાસે અચાનક સર્જાયેલા ભયાનક આખલા યુદ્ધ થી શાક ભાજી ખરીદી કરવા આવેલા નાગરિકો અને શાક ભાજી માં વેપારી માં અફડા તફડી મચી જવા પામી હતી આ આખલા યુદ્ધ થી શાકભાજી વેપારી ના થડા ઊંધા વાળી દીધા અને વેપારી ની દુકાન માં ઘુસી જતા વેપારી નો માંડ બચાવ થયો તો આખલા યુદ્ધ થી આજુબાજુ શાકભાજી લેતા મહિલા અને બાળકો અને નાગરિકો નો માંડ બચાવ થયો હતો.

વારંવાર આખલા ને પકડી પાંજરે પુરવા ની માંગ કરે છે કોય કાય કરતું નથી તેવી આમ જનતા માં ચર્ચા છે દરરોજ આખલા યુદ્ધ થી નાગરિકો હડફેટે ચડી ગયા છે અને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં લય જવા પડે છે જેમના અનેક નાગરિકો ના હાડકા ભાંગી ગયા ના અગાઉ બનાવો બન્યા છે છતાં પણ તંત્ર દ્વારા નિવારણ કરતું નથી તેવી ચર્ચા પ્રજા જનો કરે છે ત્યારે તાકીદે શહેર માંથી આખલા ના આંતક માંથી બચાવવાં પર્ચંડ માંગ છે.

જો આખલા ને નહિ પકડાય તો આમ નાગરિક કોનાં જાનનું જોખમ રહેલું છે જો આવું થાય તો જવાબદાર કોણ થશે? શહેરમાં એકબાજુ આખલા ઓનાં આંતકમાંથી બચાવવાં માંગ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *