સ્પીડવેલ હાઇટ્સના 233 ફ્લેટધારકોના નાણા બિલ્ડરો હજમ કરી ગયા

કમિટી બનાવવા છતાં મેઇન્ટેનન્સ પેટે ઉઘરાવેલી કરોડોની રકમ સોંપવાના બદલે લાંબા સમયથી ઠાગાઠૈયા શહેરના સુવર્ણભૂમિ પાસે આવેલ સ્પીડવેલ હાઈટ્સના 233 ફ્લેટ ધારકોના મેઈન્ટેનન્સના કોરોડો રૂૂપિયા…

કમિટી બનાવવા છતાં મેઇન્ટેનન્સ પેટે ઉઘરાવેલી કરોડોની રકમ સોંપવાના બદલે લાંબા સમયથી ઠાગાઠૈયા

શહેરના સુવર્ણભૂમિ પાસે આવેલ સ્પીડવેલ હાઈટ્સના 233 ફ્લેટ ધારકોના મેઈન્ટેનન્સના કોરોડો રૂૂપિયા હજમ કરી જનાર 7 સ્ટાર એન્ટરપ્રાઈઝના બિલ્ડર અને તેના ભાગીદારો સામે ગુનો નોંધવાની માંગ સાથે ફ્લેટ ધારકોએ આજે પોલીસ કમિશ્નર સમક્ષ રજૂઆત કરી અરજી કરતા આ મામલે પોલીસ કમિશ્નર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સ્પીડવેલ હાઈટ્સના ફ્લેટ ધારકોની કમિટી દ્વારા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ 7 સ્ટાર એન્ટરપ્રાઈઝ ના ભાગીદારો તથા વહીવટકર્તાઓએ સ્પીડવેલ હાઈટ્સમાં કુલ મળીને 233 ફ્લેટસનું બાંધકામ કરેલ છે.

તેમના પૂર્વયોજિત કાવતરાના ભાગરૂૂપે એકબીજા સાથે મિલાપી જઈને સમાન બદ ઈરાદો પાર પાડવા માટે થઈને જ્યારે ઉપરોક્ત વિગતેના ફ્લેટનું વેચાણ કરતી વખતે ફ્લેટ ધારકો પાસેથી સાફ-સફાઈ. લિફ્ટ મેઈન્ટેનન્સ ફાયર સેફ્ટી, કલબ હાઉસ, પાર્કિંગ, ડ્રેનેજ, કોમન લાઈટ કનેક્શન વિગેરે જેવી કોમન ફેસીલીટીસના ઉપયોગ અને જતન માટે થઈને તમામ ગ્રાહકો/ફ્લેટ ધારકો પાસેથી રકમ રૂૂ. 200 પ્રતિ સ્કેવર ફૂટના મેઈન્ટેનન્સ પેટે લીધેલ બેન્ક મારફતે આઇ.સી.આઇ,સી.આઇ, બેન્કનું સ્પીડવેલ હાઈટ્સ ફ્લેટ્સ ઓનર્સ એસોશીએશન નામના કરંટ ખાતામાં મેઈન્ટેનન્સ પેટે લીધેલ અને તમામ મિલકત ધારકોને ખાત્રિ આપેલ કે થોડા સમય બાદ આ સંકુલમાં જ્યારે રહીશો/ઓનર્સની કમિટી બની જાય ત્યારે ઉપરોક્ત રકમ રહીશો/ઓનર્સની કમિટી બની જાય ત્યારબાદ આ સમગ્ર મેઈન્ટેનન્સ પેટે આવેલ રકમ તથા તેનો હિસાબ અને વહીવટ કમીટીને સોપી આપશે.

ત્યારબાદ ઘણો સમય વીતી ગયેલ હોવા છતાં ઉપરોક્ત વિગતેનો કોઈ હિસાબ તથા વહીવટ આ કામના આરોપીઓ દ્વારા મિલકતધારકોને આપવામાં આવેલ નહીં કે સંકુલનું મેઈન્ટેનન્સ પણ સરખી રીતે કરવામાં આવેલ નહીં.

આથી તમામ ફ્લેટધારકો દ્વારા આ અંગે 7 સ્ટાર એન્ટરપ્રાઈઝના બિલ્ડર અને તેના ભાગીદારોને જણાવતા અને તમામ વહીવટ તથા હિસાબો આપવા જણાવતા આરોપીઓ દ્વારા ગોળ-ગોળ જવાબો આપીને સમય પસાર કરતી ગયેલ અને ફ્લેટ ધારકોને કોઈ હિસાબ કે વહીવટ આપેલ નહી અને સંકુલનું વ્યવસ્થિત મેઈન્ટેનન્સ પણ કરેલ નહી અને હજુ સંકૂલનું એઓપી બનાવવામાં નથી અને કોઈ કમીટી નીમવામાં આવેલ નથી તેવા બહાનાઓ બતાવીને સમય પસાર ત્યારબાદ સંકુલના તમામ મિલકત ધારકો દ્વારા એઓપી બનાવી જેમાં કુલ 15 લોકોની કમીટી બનાવવામાં આવેલ. જેમાં પ્રમુખ તરીકે વિરલકુમાર મનસુખભાઈ પાનશેરીયા સહિતની નિમણુક કરવમાં આવી હતી.

અને સોસાયટીના તમામ ફ્લેટ ધારકોની મંજૂરી લઈને બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવેલ છે.તેમ છતાં આજદિન સુધી 7 સ્ટાર એન્ટરપ્રાઈઝના બિલ્ડર અને તેના ભાગીદારો દ્વારા કોઈ હિસાબ કે વહીવટ નહી સોપી મિલકત ધારકોના મેઈન્ટેનન્સ પેટેના કરોડો રૂૂપીયાની ઉચાપત કરી હોય આ મામલે વિશ્વાસઘાતનો ગુનો નોધવા માંગ કરી છે.

ફ્લેટધારકોના મેઈન્ટેનન્સ પેટેના કરોડો રૂૂપિયા ચાઉં કરી જનાર બિલ્ડર અને તેના ભાગીદારો
અલય ફ્લેટ્સમાં રહેતા 7 સ્ટાર એન્ટરપ્રાઈઝ પેઢીના બિલ્ડર અને તેના ભાગીદાર અશ્વિનભાઈ રામજીભાઈ માકડીયા ,વિપુલકુમાર વલ્લભભાઈ ઘોડાસરા,અલ્પેશ લાલજીભાઈ દેપાણી,નીલકુમાર અતુલભાઈ ચનીયારા,તરુનકુમાર જીવનલાલ ચનીયારા,નરેનકુમાર કાંતીલાલ વાછાણી,કિરણબેન વિજયભાઈ ચાંગેલા,જીજ્ઞેશ જયંતીલાલ ચનીયારા,બિંદીયાબેન જીજ્ઞેશભાઈ ચનીયારા,કૌશિકકુમાર જયંતીલાલ સુરેજા,વિપુલાબેન અલ્પેશભાઈ દેપાણી,વિજયભાઈ જયંતીલાલ ચાંગેલા વિરુધ અરજી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *