મહાત્મા ગાંધી પ્લોટમાં BSNLના હેલ્પરનો ગળાફાંસો ખાઇ આપઘાત

શહેરના પારેવડી ચોક નજીક આવેલા મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા બીએસએનએલના હેલ્પરે ગળાાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.પોલીસ તપાસમાં ગૃહકલેશથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ ખુલવા…

શહેરના પારેવડી ચોક નજીક આવેલા મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા બીએસએનએલના હેલ્પરે ગળાાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.પોલીસ તપાસમાં ગૃહકલેશથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ ખુલવા પામ્યુ છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ પારેવડી ચોક પાસે આવેલા મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.3માં રહેતા મહેન્દ્રભાઇ મનસુખભાઇ મકવાણા (ઉ.વ.44)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે લોખંડના એગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતોે. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક મનસુખભાઇ એક ભાઇ એક બહેનમાં નાના અને બીએસએનએલમાં હેલ્પર તરીકે નોકરી કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. વધુ તપાસમાં તેમણે ગૃહકલેશથી કંટાળી જીવન ટૂંકાવી લીધાનું ખુલવા પામ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *