સાળા અને સસરા વચ્ચે મનદુ:ખમાં વચ્ચે પડેલા પોલીસમેન સાથે માથાકૂટ, કારમાં તોડફોડ
ગોંડલના એસઆરપીના જવાનને તેના સાળા અને સસરા વચ્ચેના ઝગડામાં વચ્ચે પડતા સાળાએ એસઆરપી મેન ઉપર હુમલો કર્યો હતો જયારે સામા પક્ષે યુવાનની કારમાં તેના પિતાએ તોડફોડ કરી હોવાની વળતી ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ગોડલ એસ.આર.પી કેમ્પમાં રહેતા પરેશભાઈ જાદવભાઈ બાબરીયાએ ફરિયાદમાં તેના સાળા કમલેશ રમેશ કુકવાનું નામ આપ્યું છે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે એસ.આર.પી ગ્રુપ આઠમા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. સાળા કમલેશ અને સસરા રમેશભાઈ વચ્ચે ઝગડો થયો હોય જે ગઇ તારીખ.05/03/2026 ના રાત્રીના તે બાબતે નો ફોન આવેલ અને મળવા ઘરે આવવાની વાત કરી હતી. તે દારૂૂ પીધેલ હોય અત્યારે ન આવતો તેમ વાત કર્યા છતાં તે ઘરે આવ્યો અને ઘરની બહાર ગાળો બોલતો હોય જેથી કમ લેશને સમજાવવા માટે ગયેલ તો આ કમલેશ મને જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ અને કમલેશે તેની ગાડીમાથી લાકડી કાઢેલ અને હુમલો કર્યો હતો.
સામા પક્ષે કમલેશભાઈ રમેશભાઈ કુકાવાએ તેના પિતા રમેશભાઈ અને બનેવી પરેશ સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે, પિતા સાથે માથાકૂટ હોય તે બાબતે વાત કરવા પોતે બનેવી પરેશભાઇ જાદવભાઇ બાબરીયાને ફોન કરી મળવા ગયો હતો ત્યારે બનેવી પરેશભાઈએ લાકડીથી મારમાર્યો હતો તેમજ પિતા રમેશભાઈએ તેના મોટરસાઇકલમા લાકડી હોય તે લાકડી વડે બોલેરો કારની આગળના ભાગે લાકડીના એક બે ઘા કરેલ અને કારનો આગળના દરવાજાનો કાચ તોડી નાખ્યો હતો.
