જોડિયાના તારણા ગામે વિફરેલા સાળાનો બનેવી પર હુમલો

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ગામમાં શાળા બનેવી વચ્ચે તકરાર થઈ હતી, અને પોતાની બહેનને મારકુટ કરે છે તે બાબતે નું ઉપરાણું લઈ સાળાએ પોતાના…

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ગામમાં શાળા બનેવી વચ્ચે તકરાર થઈ હતી, અને પોતાની બહેનને મારકુટ કરે છે તે બાબતે નું ઉપરાણું લઈ સાળાએ પોતાના બનેવી ઉપર હુમલો કરી પગ ભાંગી નાખ્યા હતા, જેથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જોડીયા તાલુકાના તારાણા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા ધનજીભાઈ ઉર્ફે ધનો લાલજીભાઈ ફુલતરીયા નામના 40 વર્ષના દેવીપુજક યુવાને પોતાના બંને પગમાં કુહાડીના ઉંધા ઘા મારી પગ ભાંગી નાખી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના જ સાળા રવી રણછોડભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે જાગ્રસ્ત યુવાનને સારવાર અપાઇ છે.

ફરિયાદી ધનજીભાઈ કે જે પોતે દારૂૂનો નશો કરવાની ટેવ વાળો હતો, અને પોતાની પત્ની રેખાબેન સાથે અવારનવાર બોલા ચાલી અને ઝઘડાઓ થતા હતા. જે વાતનું ઉપરાણું લઈને આરોપી સાળો રવિભાઈ પોતાના બનેવીને ઘેર પહોંચ્યો હતો, અને તું મારી બહેનને કેમ હેરાન કરે છે. તું માર ખાધા વગર નહીં રહે, તેમ કહી હુમલો કરી પગ ભાંગી નાખ્યા હતા. આ મામલે જોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *