જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતી એક પરણીતા અને તેણીની નણંદ ના કપડા ખેંચી બંનેને છરી ની અણીએ પતાવી દેવાની ધમકી આપવા અંગે ખંભાળિયા ના બે ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના મોડપર ગામમાં રહેતી ભાવિશાબેન કેવલભાઈ ખવા નામની 19 વર્ષની આહિર જ્ઞાતિની પરણીતાએ પોતાની જરશી ખેંચી છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપવા અંગે અને તારો પતિ કેવલ ક્યાં છે, તેને બહાર કાઢ એમ કહી તેને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપવા અંગે ખંભાળિયા ના યોગેશ્વર નગરમાં રહેતા રવિ રામભાઈ નંદાણીયા અને કાનો રામભાઈ નંદાણીયા સામે ફરિયાદ નોંધાવી છે.આ ઉપરાંત ફરિયાદી ની નણંદ આ સમયે આવી જતાં તેણીનો પણ દુપટ્ટા ખેંચી તું અહીંથી હટી જાજે તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો મેઘપર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને સામે ફરિયાદ નોંધાવતાં ભાગી છુટેલા બંને શખ્સોને મેઘપર પોલીસ શોધી રહી છે.