ધાંગધ્રાના કુણા ગામે રહેતો યુવાન માળિયા મિયાણાના કાજડા ગામે ઉર્ષમાં ગયો હતો ત્યારે ત્યાં રહેતી માતાને હેરાન કરવા મુદ્દે ઠપકો આપતા ભાઈ અને ભત્રીજા સહિતના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ધાંગધ્રાના કુણા ગામે રહેતો હસન જુસબભાઈ બાબરીયા નામનો 40 વર્ષનો યુવાન ગઈકાલે માળિયા મિયાણાના કાજડા ગામે હતો ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં તેના ભાઈ દોશ મોહમદ જુસબ, તેનો પુત્ર જાન મહમદ અને સુલેમાન સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં હસન બાબરીયા કાજડા ગામે ઉર્ષમાં ગયો હતો અને ત્યાં રહેતા માતા રહેમાઝબેનને હેરાન કરતા ભાઈ દોશ મોહમદને સમજાવવા ગયો હતો. ત્યારે ભાઈ અને ભત્રીજા સહિતના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે માળિયા મિયાણા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
