લાલપુર પંથકમાં કૌટુંબિક સગીર બહેન પર દુષ્કર્મ કરનાર આરોપી ભાઈને 20 વર્ષની સજા

જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતી એક સગીરા ઉપર તેના જ પાડોશી અને કુટુંબિક ભાઈ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ…

જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતી એક સગીરા ઉપર તેના જ પાડોશી અને કુટુંબિક ભાઈ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ અંગે ના કેસ માં જામનગર ની સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપી ને 20 વર્ષ ની જેલ સજા નો હુકમ કરવામાં આવ્યો છે.

લાલપુર તાલુકા ના એક ગામ માં રહેતી 16 વર્ષ ની સગીરા ને તેની પડોશ મા જ રહેતાં અને તેના જ કૌટુંબિક ભાઈ એવા રાજેશ મેરૂૂભાઈ ખરાએ તેણી ને મોબાઈલ ફોન આપી ને લલચાવી ફોસલાવી તેણી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો.

અને નજીકના ડુંગરાળી સીમ વિસ્તાર માં લઈ જઇ તેની સાથે દુષકર્મ આચર્યું હતું.
આ પછી ગત તારીખ 20/11/2018 નાં દિવસે સગીરાને બાઈકમાં જુનાગઢ લઈ ગયો હતો અને ત્યાંથી કાલાવડ પહોંચ્યા પછી ત્યાં થી જામકંડોણા ગામ માં જઈ ને આરોપી એ જંતુનાશક દવા પીધી હતી , આ ઉપરાંત સગીરા ને પણ ઝેરી દવા પીવડાવી હતી.
આ બનાવ અંગે સગીરા ની માતા એ લાલપુર પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિત ની કલમ હેઠળ ગુનો નોંધી ને આરોપી ની ધરપકડ કરી હતી.

આ અંગેનો કેસ જામનગરની સ્પેશિયલ કોર્ટ માં જજ એમ કે ભટ્ટ સમક્ષ ચાલી જતા સરકારી વકીલ ભારતીબેન વાદી ની દલીલો ને ધ્યાન માં લઈ ને આરોપી રાજેશ ખરા ને 20 વર્ષ ની જેલ ની સજા અને રૂૂપિયા 9000 ના દંડ નો હુકમ કર્યો હતો.
આ ઉપરાંત સગીરા ને રૂૂપિયા એક લાખ નું કમ્પોસેશન ચૂકવવા પણ આદેશ કર્યો હતો. આ કેસ માં સરકાર પક્ષે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *