જામનગર જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જે.પી. મારવિયાની ઉચ્ચકક્ષાએ રજુઆત
રાજકોટ-કાલાવડ ને જોડતા સ્ટેટ હાઇવે રોડ ઉપર કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે ઊંડ નદી ઉપર આવેલ બ્રીજનું કામકાજ ઘણા સમયથી બંધ હોય જે ચાલુ કરવા અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતાં જીલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા જે. પી. મારવિયા…… જામનગર જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા જે.પી મારવિયા એ માર્ગ મકાન વિભાગ ના નાયબ કાર્યાપાલકને પત્ર લખી જણાવ્યું કે રાજકોટ જામનગર ને જોડતા કાલાવડ સ્ટેટ હાઇવે રોડ ઉપર નિકાવા ગામ પાસે ઉંડ નદી ઉપર આવેલ મેજર બ્રીજનું કામ કાજ અંગેના જોબ નં. SR/JMN//2023-24/18 19 TENDER ID : 61988 જેની કોન્ટ્રાકટ કિંમત રૂૂા. 4,66,70,831.04 નું કામ કાજ મંજુર થઈ ગયેલ હોય જેના ઓફિસ લેટર નં. ઝઈ/303 તા. 9-7-2024ના રોજ નોટીસ ઇસ્યુ થઈ ગયેલ હોય તેમ છતા પણ આજ દીન સુધીમાં માત્ર તેઓ એ આ ડાઈવર્ઝનનું જ કામ કાજ કરેલ હોય અને છેલ્લા એક વર્ષથી આ રોડનું કામકાજ તોડી પડાતા આજુ બાજુમાં વસવાટ કરતા લોકો ખુબજ હેરાન પરેશાન થાય છે.
અને રહેઠાણ થી માંડીને ખાધા ખોરાકમાં ધુળ-રજ ની ડમરીઓ ચડતા લોકોને સ્વાસ્થ્ય માં પણ ખુબજ નુકશાન થાય છે અને સ્ટેટ હાઇવે હોવાથી દરરોજના હજારો ની સંખ્યામાં વાહનોની અવર-જવર થતી રહે છે. અને વળી પાછા ત્યાં રોડ ઉપર ચોકડી પડતા લોકો ખુબ જ હેરાન પરેશાન થાય છે તથા સામેકાંઠે ત્યાં ગરીબ અને મજુર તથા નાના માણસોનું રહેઠાણ હોય તેમજ ખાસ તો ઉંડ નદી ઉપર ઉંડ-4 ડેમ આવેલ હોય આ વર્ષે તો વરસાદ નું પ્રમાણ નહીવત રહેલ છે ામ છેલ્લા એકાદ વર્ષથી આ સ્ટેટ હાઇવે વાળા રોડનું કામકાજ ખુબજ મંદ હાલતમાં છે અને રાત્રીના સમયમાં પણ લોકોને ચાલવુ જોખમ કારક હોય તેમજ આ રોડ ઉપર અવાર નવાર વાહનોની ટ્રાફીકની સમસ્યાને કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે. જેથી લોકોને ખુબજ તકલીફ ઉભી થાય છે તેમ છતા તંત્ર કે કોઈ અધીકારી આ રોડ ના કામકાજ અંગે ધ્યાન આપતા નથી તેમજ અવાર નવાર લેખીત-મૌખીક જાણ કરેલ છે આથી આ રોડના કામકાજ દરમ્યાન કોઈ અકસ્માત ન બને તેવા ઉમદા હેતુથી આ સ્ટેટ હાઇવે રોડના બ્રીજનું કામકાજ તાત્કાલીક શરૂૂ કરી ચોમાસા પહેલા સમય – મર્યાદામાં પરીપુર્ણ કરવામાં આવે તેવી નિકાવા ગામ ના વતની અને જીલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા જે પી મારવિયા દ્વારા માર્ગ મકાન વિભાગ ના અધિકારી અને જિલ્લા કલેક્ટર ને લેખિત મા રજૂઆત કરી અરજ કરેલ છે.
અને વધુ મા કહેતા જો આ રોડનું કામકાજ છેલ્લા પાંચ દિવસમાં શરૂૂ કરવામાં નહી આવે અને જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય કે જીવલેણ અકસ્માત જેવા અણ બનાવ બનશે તો તેની તમામ જવાબદારી જેતે વિભાગ ના સરકારી તંત્રની રહેશે અને જો આ બ્રીજનું કામકાજ પાંચ દિવસમાં શરૂૂ નહી કરવામાં આવે તો પાંચ દિવસ પછી એટલે કે તા. 11-1-2026 ના રોજ રાજકોટ-કાલાવડ ના નિકાવા ગામે ઊંડ નદી ઉપરના ડાયવર્ઝન વાળો રોડ બંધ કરી રસ્તા રોકોનું આંદોલન કરવાની પણ ચીમકી જીલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા જે પી મારવિયા ઉંચારી છે.
