જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રિજ બનવાવાનું કામ હાલ ચાલુ છે. આ ફ્લાય ઓવરનું કામ રૂૂ. ર00 કરોડ જેવા તોતિંગ ખર્ચે થઇ રહ્યું છે, અને તે માટે ક્ધસલ્ટન્ટ ની ડિઝાઈન અને એસ્ટીમેટ મુજબ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં દર્શાવેલી મંજૂર થયેલી અને ટેન્ડરના કામમાં જેનો સમાવેશ છે, તે ડિઝાઈન પ્રમાણે અંબર ચોકડી થી જી. જી. હોસ્પિટલ, અંબર ટોકીઝ તરફ પણ સ્લોપ આપવાનું દર્શાવાયું હતું. પરંતુ મનપા ના શાશકોએ હવે આ સ્લોપ નહી બનાવવા નિણય કર્યો છે.
જોકે ભાજપ શાસિત મહાનગર પાલિકાએ કોઈ પણ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કર્યા વગર જ જાણવા મળતી વિગતો પ્રમાણે અંબર ટોકીઝ તરફ હવે ફ્લાય ઓવરનો સ્લોપ નહીં બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય કોણે લીધો ? કોને આ પ્રકાર નો ફેરફાર કરવા ની સત્તા છે ? અને શા માટે ફ્લાય ઓવરનું કામ ચાલુ છે, ત્યારે ઓચિંતો આવો નિર્ણય લેવાયો ? તેવા અનેક સવાલો ઊઠી રહ્યા છે.
રાજકોટ રોડ, ગુલાબ-નગર, હાલાર હાઉસ, સુભાષ બ્રીજ તરફના વિસ્તારોમાંથી અંબર ટોકીઝ, જી. જી. હોસ્પિટલ, પટેલ કોલોની જવા માટે આ સ્લોપ અનિવાર્ય હતો. કારણ કે અંબર ચોકડી પાસે જી. જી. હોસ્પિટલ તરફ જવાના વાહનોની ખૂબ જ અવરજવર રહેતી હોવાથી અને ક્રોસીંગમાં ટ્રાફિક જામ થઈ જતો હોવાથી ફ્લાય ઓવરમાં અંબર ટોકીઝ તરફના સ્લોપનો સમાવેશ કરાયો હતો. હવે તો આ સ્લોપ નહીં બને તો ઉપર જણાવેલા વિસ્તારોમાંથી વાહનોએ સર્વિસ રોડનો જ ઉપયોગ કરવો પડશે અને અંતે ઠેરના ઠેર જેવી ટ્રાફિક જામની સ્થિતિ અંબર ચોકડી પાસે યથાવત જ રહેશે. અથવા જો ભુલથી કોઈ વાહન ફલાય ઓવર પર ચડી ગયું તો તેણે છેક સાત રસ્તા સર્કલ સ્લોપનો ઉપયોગ કરી લાંબુ ચકકર કાંપીને માંડ માંડ અંબર અને જી. જી. હોસ્પિટલ તરફના વિસ્તારમાં જવું પડશે.અંબર ટોકીઝ તરફનો સ્લોપ અનિવાર્ય હોવા છતાં કદાચ આ રોડ પરના વેપારીઓ કે શો-રૂૂમવાળાની રજુઆત અને રાજકિય નેતાનું દબાણના કારણે ઓચિંતો સ્લોપ રદ કરી દેવાયો છે.
અંબરચોકડી થી ગુરૂૂદ્વારા રોડ પર અનેક મોટા મોટા શો-રૂૂમો, હોટલો આવેલા જ છે. અને ત્યાંના વેપારીઓએ કોઈ વાંધો લીધો નથી તો પછી અંબર ટોકીઝ તરફના સ્લોપની અતિ મહત્વની ઉપયોગીતાને ધ્યાને લઈને અને ખાસ કરીને અંબર ચોકડી પાસે સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાને લઈને આ સ્લોપ બનવો જોઈએ તેવી ચર્ચા સમગ્ર શહેરમાં ચાલી રહી છે.આ ફેરફારના કારણે આ મેગા વિકાસ કામના ખર્ચમાં પણ ઘટાડો કરવો પડશે… કેટલો ખર્ચ ઓછો થશે.. ? કોણે આ નિર્ણય લીધો ? શા માટે જનરલ બોર્ડમાં આ મહત્વના મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? જેવા અનેક સવાલો નો ઉત્તર જામનગર મનપાના સત્તાધીશો આપશે ખરા?
