કાલાવડના નિકાવા નજીક પુલનું કામ 3 વર્ષથી અધૂરૂ, ત્રણ કિ.મી.નો ટ્રાફિકજામ

કાલાવડ તાલુકાના નિકાવા ગામના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ થતાં વાહનોની કતાર લાગી હતી. બસ સ્ટેન્ડથી ઙૠટઈક કચેરી સુધી અંદાજે 3 કિ.મી. સુધી વાહનો અટવાયા…

કાલાવડ તાલુકાના નિકાવા ગામના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ થતાં વાહનોની કતાર લાગી હતી. બસ સ્ટેન્ડથી ઙૠટઈક કચેરી સુધી અંદાજે 3 કિ.મી. સુધી વાહનો અટવાયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જામ ત્રણથી ચાર કલાક રહ્યો હતો.રાજકોટકાલાવડને જોડતો માર્ગ નિકાવા ગામ વચ્ચેથી પસાર થાય છે. દિવસ દરમિયાન આ માર્ગ પર નાના-મોટા વાહનોની સતત અવરજવર રહે છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી પુલનું કામ અધૂરું છે અને તેમાં વિલંબ થઈ રહ્યો છે. તેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડે છે.

લગ્નની સીઝન શરૂૂ થતાં ગામમાં વાહનોની સંખ્યા વધી છે. લગ્ન પ્રસંગે જતા વાહનો, સ્થાનિક વાહનવ્યવહાર અને અન્ય વાહનોના ભારણથી મુખ્ય માર્ગ પર જામ વધુ વકર્યો હતો. ટુ-વ્હીલર ચાલકો, વેપારીઓ, કામકાજે જતા લોકો અને રાહદારીઓને મુશ્કેલી પડી હતી.

ગ્રામજનો અને વાહનચાલકો પુલનું અધૂરું કામ ઝડપથી પૂરું કરવાની માંગ કરી રહ્યા છે. તેઓ મુખ્ય માર્ગ પર ટ્રાફિકનું યોગ્ય આયોજન કરવા, આડેધડ પાર્કિંગ અટકાવવા અને જરૂૂર મુજબ ટ્રાફિક પોલીસ કે જવાબદાર કર્મચારીઓ ગોઠવવાની પણ માંગ કરી રહ્યા છે.

નિકાવામાં વારંવાર થતા ટ્રાફિક જામથી રોજ અવરજવર કરતા લોકોને મુશ્કેલી પડે છે. રાજકોટકાલાવડ માર્ગની આ સમસ્યા દૂર કરવા જવાબદાર તંત્ર ક્યારે પગલાં લેશે, તે જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *