ઝારખંડના દેવઘર જિલ્લાના મોહનપુર બ્લોક વિસ્તારમાં સ્થિત ઘોરમારામાં કડકડતી ઠંડી વચ્ચે એક યુવકને લગ્ન કરવા મોંઘા પડ્યા. ઠંડીને કારણે, લગ્ન થાય તે પહેલા જ તૂટી ગયા. વરરાજાનો પક્ષ ઘોરમારાના સ્થાનિક રહેવાસી હતા. અર્ણવ નામના છોકરાના લગ્ન અંકિતા નામની છોકરી સાથે થવાના હતા. બંને પક્ષની સંમતિથી લગ્ન એક ખાનગી ગાર્ડન કેમ્પસમાં થઈ રહ્યા હતા. બધું બરાબરથી ચાલતું હતું. સમયની સાથે તમામ વિધિઓ પૂર્ણ થઈ રહી હતી.
સૌપ્રથમ તો બંને પક્ષે બેઠકનો કાર્યક્રમ હતો. ત્યારબાદ ખુલ્લા આકાશ નીચે સ્ટેજ વરમાળાનો કાર્યક્રમ યોજાયો હતો. પછી બધા લગ્નમંડપમાં પહોંચ્યા. લગ્નમંડપ પણ ખુલ્લા આકાશ નીચે બનાવવામાં આવ્યો હતો.
વરમાળા અને ભોજન બાદ વર પણ મંડપમાં બેઠો હતો. પંડિતે લગ્નની વિધિ શરૂૂ કરી. દરમિયાન વર ધ્રુજતા-ધ્રુજતા અચનાક બેભાન થઈ ગયો હતો. તેનું શરીર ઠંડુ પડી ગયું. પરિવારના સભ્યો તેને રૂૂમમાં લઈ ગયા અને તેના હાથ-પગ ઘસવા લાગ્યા.
આ દરમિયાન સ્થાનિક ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા. વરને ઠંડીથી રાહત આપવા માટે સલાઈન અને ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. લગભગ એકથી દોઢ કલાક બાદ તેની હાલત સામાન્ય થઈ ગઈ હતી. તે ફરીથી મંડપમાં બેસવા તૈયાર હતો, પરંતુ ક્ધયાએ ફેરા ફરવાની સ્પષ્ટ ના પાડી દીધી. વિશ્વ પ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ બાબા બૈદ્યનાથ ધામમાં અનેક લગ્નો થાય છે જે ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં જ બિહારના એક વર અને સાત સમંદર પાર ઈંગ્લેન્ડથી આવેલી ક્ધયાએ બાબા નગરીમાં લગ્ન કર્યા હતા, જ્યારે વિદેશથી આવેલા વર અને ભારતની ક્ધયાએ પણ અહીં લગ્ન કર્યા છે.
ક્ધયાએ કહ્યું કે છોકરાને કોઈ બીમારી છે, તેથી તે તેની સાથે લગ્ન નહીં કરે. ક્ધયાની શંકા વધી કારણ કે સામાન્ય રીતે વર જાન લઈને ક્ધયાના ઘરે લઈ જાય છે, પરંતુ આ લગ્નમાં ક્ધયા પક્ષને વરના ઘરે બોલાવવામાં આવ્યો હતો અને લગ્ન ખાનગી બગીચામાં કરવામાં આવી રહ્યા હતા. બંને પક્ષો વચ્ચે વિવાદ વધી ગયો હતો અને તેમાં જ સવારના 5 વાગી ગયા હતા.
આ અંગે મોહનપુર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. આ અંગેની માહિતી મળતાં જ મોહનપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રિયરંજન કુમાર પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. પોલીસે બંને પક્ષોને સમજાવ્યા, પરંતુ સમજૂતી ન થઈ. સવારે 8 વાગ્યા સુધી સમજુતી ન થતાં આખરે વર પક્ષની જાન સાથે પરત ફર્યો હતો. ક્ધયા પક્ષ ભાગલપુર (બિહાર) માં તેમના ઘરે પરત ફર્યો.
પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રિયરંજન કુમારે જણાવ્યું કે લગ્ન એક ખાનગી ગાર્ડન કેમ્પસમાં થઈ રહ્યા હતા. ખુલ્લા આકાશમાં તોરણો અને મંડપ બાંધવામાં આવ્યા હતા. લગ્નમંડપમાં જ વર બેહોશ થઈ ગયો હતો. કેમ્પસમાં જ એક રૂૂમમાં સારવાર બાદ વર સામાન્ય થઈ ગયો હતો. વર ફરીથી લગ્નમંડપમાં બેઠો કે તરત જ ક્ધયાએ લગ્ન કરવાની ના પાડી દીધી. બંને પક્ષોની સંમતિથી લગ્ન રદ્દ કરવામાં આવ્યા હતા. બંને પક્ષ પોતપોતાના ઘરે પરત ફર્યા હતા.