ભાવનગર રેન્જ આઈ.જી.રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા મિલકત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવાની સુચના આપવામાં આવેલ હોય જેને લઈ બોટાદ જીલ્લા LCB PI એમ.જી.જાડેજા, PSI એસ.બી.સોલંકી, એચ.એ.વસાવા, એમ.બી.સોલંકી, કે.એન.પટેલ, વાય.એન. ડાભી તેમજ કઈઇ પોલીસ સ્ટાફે ફેક્ટરીઓ અને અવાવરુ સ્થળોને નિશાન બનાવતી એક રીઢા તસ્કરોની ગેંગના 9 સભ્યોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂૂ.12,58,013 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગમાં કુલ 12 સભ્યો સામેલ હતા. તેઓ ખાસ કરીને બંધ ફેક્ટરીઓ, અવાવરુ જગ્યાઓ અને ખેતરોમાં રહેલી પાણીની મોટર જેવી કિંમતી વસ્તુઓને નિશાન બનાવતા હતા. ચોરી કર્યા બાદ પકડાઈ જવાની બીકે તેઓ આ માલ ભંગારના વેપારીઓને વેચી દેતા હતા.
ઝડપાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના શખ્સો અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હાલની પૂછપરછમાં ચોરીના 3 મોટા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જોકે, આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન આગામી દિવસોમાં અન્ય 10 જેટલા વણઉકેલાયેલા ગુનાઓ પરથી પડદો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પકડાયેલા તમામ 9 આરોપીઓ બોટાદ શહેરના જ રહેવાસી છે.જ્યારે કેસમાં હજુ 3 શખ્સો પોલીસ પકડથી દૂર છે. આ ઉપરાંત ચોરીનો મુદ્દામાલ ખરીદનાર રાજસ્થાનના વેપારી ને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે.
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હો,પાળીયાદ પોલીસ સ્ટેશન ચોરીનો ગુન્હો અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ચોરીના ગુન્હાઓ ઉકેલી મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લા પોલીસે ચોરીની ઘટનાઓ ડામવા માટે કઈઇ પોલીસે પ્રસંશનીય અને બિરદાવા લાયક કામગીરી કરી છે.
એલસીબીએ ચોરી ગેંગના મોહિલભાઈ બાબાભાઈ કાસલીયા, વાહીદભાઈ હુસેનભાઇ ગનીયાણી, ઈલ્યાસભાઈ કાળુભાઈ હુંનાણી, સમીરભાઈ સિકંદરભાઈ સીદાતર, ફેજલભાઈ મજીદભાઈ આમદાણી, આદિલભાઈ ઇરફાનભાઇ આમદાણી, આદિલભાઈ બશીરભાઈ માકડ, અકીલભાઇ સલીમભાઈ જુણેજા, આસિફભાઇ અજીતભાઈ નરાસડા તમામ રહે.બોટાદને ઝડપયા હતા.
આ રેડમાં એલસીબીએ જુદી-જુદી ઈલેક્ટ્રીક મોટર નંગ-16, કમ્પ્રેસર મોટર અને સ્ટાર્ટર, દેડકો મોટર નંગ-1, બેટરી નંગ-1, ભાંગતોડ કરેલ લોખંડ, ભંગાર 568 કીલો, ટાટા કંપનીનો ઇન્ટરા ગુડસ કેરીયર, મારુતિ કંપનીની ઓમની ફોરવ્હીલર ગાડી, રીક્ષા, હીરો કંપનીનું સ્પલેન્ડર પ્લસ, એક્સેસ મોટર સાયકલ, આરોપીની અંગ ઝડતીમાંથી કબ્જે કરેલ મોબાઈલ ફોન નંગ-10, મળી કુલ-12,58,013 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
