એલસીબીએ ફોર વ્હીલ સહિત 3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
વેરાવળમાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી એલ.સી.બી. બ્રાન્ચે વિદેશી દારૂૂની બોટલો 178 રૂૂા.93,200 તથા ફોર વ્હીલ હ્યુન્ડઇ વર્ના અને મોબાઇલ 3 મળી કુલ રૂૂા.3.33,200 ના મુદામાલ સાથે બે બુટલેગરોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂૂપે જુગાર, પ્રોહિબિશન ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપતા એલ.સી.બી.ના પો. ઇન્સ. એસ.વી.રાજપુત, પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ, એચ.એલ. જેબલીયા ની રાહબરી હેઠળ પો.હેડ કોન્સ. હિતેશભાઇ વાળા., નરેન્દ્રભાઇ પટાટ, પો. હેડ કોન્સ. સુનિલભાઈ સોલંકી, પો.કોન્સ. રોહિતભાઇ ઝાલા, મયુર ભાઈ સોલંકી, કરણસિંહ ચૌહાણ, પ્રવિણભાઇ બાંભણીયા, રવિ ભાઈ ગોહિલ, અશોકભાઇ મોરી સહિતનાને મળેલી બાતમીના આધારે વેરાવળ જીઆઇડીસી રામેશ્વર પેટ્રોલ પંપ વાળી ગલીમાં રામેશ્વર ફેકટરી સામેથી (1) કમલેશ પાંચાભાઇ જેઠવા ઉ.વ.25, રહે.ગરાળ, કોઠારીયા સીમ વિસ્તાર, તા.ઉના તથા (2) અક્ષય પુંજાભાઇ બાંભણીયા ઉ.વ.22, ધંધો. મચ્છીનો, રહે.સેંજળીયા, શીતળા શેરી, તા.ઉના વાળાને ભારતીય બનાવટના વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 178 રૂૂા.93,200 તથા ફોર વ્હીલ કાર હ્યુન્ડઇ વર્ના નં.જી જે 18 બીએ 2627 રૂૂા.2 લાખ અને મોબાઇલ 3 રૂૂા.40 હજાર મળી ફુલ રૂૂા.3.33,200 ના મુદામાલ સાથે બન્નેને ઝડપી પ્રોહી એકટ ક.-65ઇ, 81, 98(2) મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
