જેતપુર પોલીસમાં દોઢ વર્ષથી વોન્ટેડ બૂટલેગર રૂા.1.56 લાખના દારુ સાથે ઝડપાયો

જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તો ફરતા બુટલેગરને રૂૂ.1.56 લાખના દારૂૂના જથ્થા સહીત કુલ કિ.રૂૂ.6.66 લાખના મુદ્દામાલ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી…

જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તો ફરતા બુટલેગરને રૂૂ.1.56 લાખના દારૂૂના જથ્થા સહીત કુલ કિ.રૂૂ.6.66 લાખના મુદ્દામાલ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ, જીલ્લાના પોલીસ અધિક્ષક વીજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરતા જે અનુશંધાને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાના પી.આઈ વી.વી.ઓડેદરા ની રાહબરી હેઠળ એલસીબીની ટીમે બાતમીના આધારે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી વોન્ટેડ બુટલેગર હાર્દીક મનજીભાઈ ગજરાને એમએચ-04-સીઝેડ-1811 કારમાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો લઈ મેવાસાથી જેતપુર તરફ જતો હતો ત્યારે રૂૂ.1.56 લાખની વિદેશી દારૂૂની 176 બોટલ સાથે ઝડપી લીધો હતો. પુછપરછમાં દાદરા નગર હવેલી સપ્લાયર રાહુલનું નામ ખુલ્યું હતું.રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહીલ, કે.એમ.ચાવડા , આર.વી.ભીમાણી , પી.એન.ભરવાડ તથા એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી તથા ભાવેશભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. મનીષભાઈ વરૂૂ, રમણીકભાઈ મણવર, ધર્મેશભાઇ ચાવડા, અર્જુનભાઈ ડવેરા, અરવીંદસીંહ જાડેજા, રસીકભાઈ જમોડ, મનદીપસિંહ જાડેજા, પો.કોન્સ. ભરતભાઈ ગમારા, શક્તિસિંહ ઝાલા, ઈશીતભાઈ માણાવદરીયા, નિકુંજભાઈ સુતરીયા, શક્તિસિંહ જાડેજા, અબ્દુલભાઈ શેખે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *