બુટલેગરનો આતંક, 3 મહિલાને કારથી ઉલાળી યુવકને છરી ઝીંકી

દસાડાના ખેરવા ગામે બનેલો બનાવ, ગ્રામજનો મધરાત્રે પોલીસ સ્ટેશને પહોંચ્યા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેરવા ગામમાં એક માથાભારે બુટલેગરે આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે.…

દસાડાના ખેરવા ગામે બનેલો બનાવ, ગ્રામજનો મધરાત્રે પોલીસ સ્ટેશને પહોંચ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેરવા ગામમાં એક માથાભારે બુટલેગરે આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. બુટલેગરે મોડી રાત્રે બાઇક અને કાર વડે ત્રણ લોકો ટક્કર મારીને આખુ ગામ માથે લીધું હતું. બાદમાં છરી વડે એક યુવક પર જીવલેણ હુમલો કરતા મધરાતે ગ્રામજનો પોલીસ મથકે દોડી ગયા હતા. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ખેરવા ગામનો આબીદ ખલીફા ગામમાં દારૂૂ વેચતો હોવાનો અને વારંવાર રોફ જમાવી મારામારી કરતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. જેણે ગત રાત્રે અગાઉ કોઇ મહિલા સાથેની છેડતી મામલે ગામમાં આતંક મચાવ્યો હતો.

આબીદ ખલીફાએ પહેલા બાઇક અને બાદમાં ગાડી વડે ટક્કર મારતાં ત્રણ મહિલાઓને ઇજા પહોંચી હતી. જે બાદ એક યુવક પર છરી વડે હુમલો કરતા તેના હાથમાં ગંભીર ઇજા થઈ હતી. ગ્રામજનોએ ઘટનાની જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા પાટડીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, બુટલેગર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આબીદ ખલીફા વારંવાર ગામમાં તોફાન કરી દાદાગીરી કરતો હોવાથી મોડી રાત્રે ખેરવા ગામના આશરે 150 ગ્રામજનો અને ઘાયલોના પરિવારજનો માલવણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક (જઙ)ને પણ આ અંગે જાણ કરી હતી.

ગ્રામજનોએ જણાવ્યું કે, આબીદ ખલીફા વારંવાર ગામ માથે લે છે. છેલ્લા 15 દિવસમાં એના પર ત્રીજી ફરિયાદ નોંધાઇ છે. દારૂૂનો ધંધો કરે છે અને છરીઓ લઇને ગામમાં ફરે છે, અમારા છોકરા મારી નાંખે તો અમારે શું કરવું? પોલીસ આ આ શખ્સ વિરૂૂદ્ધ કડક કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. જો કાર્યવાહી નહીં થાય તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સાથે આંદોલન પણ કરીશું.

ખેરવા ગામના સરપંચ જીગ્નેશ રાઠોડે જણાવ્યું કે, આ શખ્સે અઠવાડીયા અગાઉ અનુસૂચિત જાતિ વિસ્તારમાં દંગલ મચાવતા પોલીસે ગામમાં એનો વરઘોડો કાઢ્યો હતો. પાણ પાછો જામીન પર છૂટી ગયો છે. આ વ્યક્તિનો ગામમાં ઘણા સમયથી ખુબ જ ત્રાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *