રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂના 15 જેટલા ગુનામાં સંડોવાયેલા નામચીન બુટલેગરને પીસીબીની ટીમે પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે ધકેલી દીધો છે. મુળ વિંછીયા તાલુકાના મોટા માત્રા ગામના ઇશ્વર ઉર્ફે ઇશો ભવાનભાઇ બાવળીયા સામે રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂની હેરાફેરીના 15 જેટલા ગુના નોંધાયા હોય તાજેતરમાં પીસીબીએ તેને દારૂ સાથે ઝડપી લીધા બાદ પોલીસ કમીશનર બ્રજેશકુમાર ઝાએ બુટલેગર ઇશ્વર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા મંજુરી આપતા પીસીબીની ટીમે ઇશ્વર બાવળીયાની ધરપકડ કરી તેને પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે ધકેલી દીધો છે.
પીસીબી ઇન્ચાજ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ.જે. હુંણ સહીતના સ્ટાફે પાસા વોરંટની બજવણી કરી હતી.
રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂના 15 ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસામાં ધકેલાયો
રાજકોટ શહેર અને જિલ્લામાં દારૂના 15 જેટલા ગુનામાં સંડોવાયેલા નામચીન બુટલેગરને પીસીબીની ટીમે પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે ધકેલી દીધો છે. મુળ વિંછીયા તાલુકાના મોટા…