દાસીજીવણપરા પાસે 31 હજારના દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો

શહેરના નાનામવા રોડ પર દાસજીવણપરા પાસેથી એલસીબી ઝોન-2ની ટીમે 31 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડ કરી રૂા.1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.…

શહેરના નાનામવા રોડ પર દાસજીવણપરા પાસેથી એલસીબી ઝોન-2ની ટીમે 31 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડ કરી રૂા.1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી વિગતો મુજબ, શહેરના નાનામવા રોડ પર એલસીબી ઝોન-2ની ટીમને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન દાસીજીવનપરા પાસેથી જીજે.1.કે.ડી.5014 નંબરની આઈ-10 કાર શંકાસ્પદ રીતે નીકળતાં તેને અટકાવી તલાસી લેતાં તેમાંથી રૂા.31,200ની કિંમતની 24 બોટલ દારૂ મળી આવ્યો હતો.

કારના ચાલક લક્ષ્મીનગર શેરી નં.3 નાનામવા રોડ ઉપર હતાં. હાર્દિક ભુપતભાઈ ભટ્ટ (ઉ.27)ની ધરપકડ કરી રૂા.1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીનાં પીએસઆઈ આર.એચ.ઝાલા સાથે એસએસઆઈ જે.વી.ગોહિલ, આર.એન.મિયાત્રા, રાહુલભાઈ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ, ધર્મરાજસિંહ અને કુલદીપસિંહ રાણા સહિતનાં સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *