ગુજરાતભરમાં હાડ થીજાવતી ઠંડીનો સપાટો, તમામ સ્થળે તાપમાન 15 ડિગ્રી સે.થી નીચે

નલિયામાં 6.4, અમરેલીમાં 8.4, રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન વચ્ચે ઠંડો વાયરો ફૂંકાયો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ બોકાસો પડાવી દેતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે પણ…

નલિયામાં 6.4, અમરેલીમાં 8.4, રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન વચ્ચે ઠંડો વાયરો ફૂંકાયો

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ બોકાસો પડાવી દેતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે પણ રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યુ છે. નલિયામાં 6.4 ડિગ્રી સે. તાપમાન નોંધાયુ છે. જયારે અમરેલીમાં પણ તાપમાન 8.4 ડિગ્રી નોંધાતા હાડ થીજાવી દેતી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે. આખો દિવસ ઠંડા પવન ફૂંકાતા હોવાથી રાજ્યભરમાં મેક્ષીમમ તાપમાન 30 ડિગ્રી નીચે સરકી ગયું છે. જયારે મીનીમમ તાપમાન 15 ડિગ્રી સે. નીચે સરકી જતા ભારે ઠંડી પડી રહી છે. હજૂ આગામી તા.20મી સુધી કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગુે આગાહી કરી છે.

આજે રાજકોટમાં પણ 10 ડિગ્રી સે. તાપમાન સાથે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. જયારે ભૂજમાં 10.2 ડિગ્રી, ડિસામાં 10.4 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી અને અમદાવાદમાં 12.1 ડિગ્રી સે. તાપમાન નોંધાયુ છે. તો દરિયાકાંઠે આવેલા પોરબંદરમાં પણ 11.1 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠંડીમાં ર્ધજી રહ્યા છે. રાજકોટમાં આજે 10 ડિગ્રી સે. તાપમાન સાથે 12 કિ.મી.ની. ઝડપે પવન પણ ફૂંકાઇ રહ્યો હોવાથી સવારથી જ ભારે ઠંડીનો અનુભઇ થઇ રહ્યો છે. હિમાલયન પર્વતમાળામાં થયેલી ભારે બરફવર્ષાના પગલે ગુજરાત સહિત દેશભરમાં ઠંડીએ સપાટો બોલાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *