આવતીકાલે અનંત અંબાણીના જન્મ દિવસની ધમાકેદાર ઉજવણીનું આયોજન
શાહરૂખ, રણવીરસિંહ, અનન્યા પાંડે સહિતના સ્ટાર્સનું આગમન, અન્ય સેલેબ્સ પણ આવે છે
દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આગામી 10 એપ્રિલના રોજ પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગની ઉજવણી માટે ગુજરાતનું જામનગર શહેર ફરી એકવાર બોલિવૂડના ચમકતા સિતારાઓથી ઝળહળી ઉઠ્યું છે. અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન બાદ હવે તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માટે બોલિવૂડના દિગ્ગજ કલાકારો જામનગર પહોંચવાનું શરૂૂ થઈ ગયું છે.
અનંત અંબાણીના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા માટે બોલિવૂડના બાદશાહ શાહરૂૂખ ખાન જામનગર પહોંચી ચૂક્યા છે. તેમની સાથે રણવીર સિંહ પણ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. અંબાણી પરિવાર સાથે આ સ્ટાર્સના અંગત સંબંધો હોવાથી તેઓ દરેક મોટા પ્રસંગે હાજર રહેતા હોય છે. જામનગર એરપોર્ટ પર બોલિવૂડ સેલેબ્સના આગમન સાથે જ મીડિયા અને ચાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
અનંત અંબાણી માટે જામનગર હંમેશાથી ખાસ રહ્યું છે. અહીં આવેલું ’વંતારા’ એનિમલ શેલ્ટર હોય કે તેમના જીવનના અન્ય મહત્વના પ્રસંગો, અંબાણી પરિવાર પોતાની ખાસ ઉજવણી માટે જામનગરની પસંદગી કરે છે.10 એપ્રિલના રોજ યોજાનાર આ બર્થડે સેલિબ્રેશનમાં માત્ર બોલિવૂડ જ નહીં, પરંતુ રમતગમત અને બિઝનેસ જગતની જાણીતી હસ્તીઓ પણ હાજરી આપે તેવી શક્યતા છે.
જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ ખાતે આ ભવ્ય જન્મદિવસની પાર્ટી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. લાઈટિંગ, ડેકોરેશન અને મહેમાનોની આગતા-સ્વાગતા માટે અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.અનેક સ્ટાર્સ પહેલેથી જ પહોંચી ગયા છે, જ્યારે અન્ય કેટલાક સેલેબ્સ આવતીકાલ સુધીમાં જામનગર પહોંચશે તેવી વિગતો મળી રહી છે. અનંત અંબાણીનો આ જન્મદિવસ જામનગર માટે ફરી એકવાર ઉત્સવ જેવો માહોલ લઈને આવ્યો છે. ગત વર્ષોની જેમ આ વખતે પણ અંબાણી પરિવાર દ્વારા સામાજિક કાર્યો અને ભવ્ય પાર્ટીનું મિશ્રણ જોવા મળી શકે છે.
