બોકાસા બોલાવતી ગરમીથી છૂટકારો.. 8 જૂને ચોમાસાની એન્ટ્રી

અસહ્ય ગરમીના પ્રકોપ વચ્ચે સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર આવ્યા છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આઠ થી 15 જૂન વચ્ચે ચોમાસુ…

અસહ્ય ગરમીના પ્રકોપ વચ્ચે સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર આવ્યા છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આઠ થી 15 જૂન વચ્ચે ચોમાસુ બેસી જશે . ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ દ્વાર વલસાડ જિલ્લો ગણાય છે. વરસાદની સૌપ્રથમ એન્ટ્રી 15 જૂન આસપાસ વલસાડમાં થતી હોય છે. બનાસકાંઠા સુધી પહોંચવામાં સંપૂર્ણ જૂન મહિનો પૂર્ણ થઈ જતો હોય છે, ઘણીવાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ પહોંચતું હોય છે. ટૂંકમાં 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતમાં પહોંચી જશે, વાવણી બે થી ત્રણ રાઉન્ડમાં હશે. જૂન મહિના પ્રથમ અઠવાડિયામાં એટલે કે 4 જૂનથી લઈ 7-8 જૂન સુધીમાં એક પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવશે.

15 જૂન આસપાસ જે વરસાદ પડશે તે અમુક છૂટાછવાયા વિસ્તારમાં હશે, સાર્વત્રિક નહીં હોય. વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ 22 થી 27 જૂનમાં આવી શકે છે, તેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારને આવરી લેશે. જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું ફરી વળશે. એમ ત્રણ રાઉન્ડમાં ચોમાસું ગુજરાતમાં આગળ વધશે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં અને બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ પેદા થઈ છે.

સ્કાયમેટ વેધર અનુસાર, 23 મેની આસપાસ અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બની શકે છે અને એ અનુસાર, આગામી 24-48 કલાક સિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે આ સંભવિત સિસ્ટમ અંગે હવામાન વિભાગનાં અલગ-અલગ મોડલ જુદા સંકેત આપે છે. આ દરમિયાન ગુજરાતમાં આગામી દિવસોમાં કેટલાંક સ્થળોએ વરસાદ પડે તેવી શક્યતા છે.

ગુજરાત હવામાન વિભાગ અનુસાર, ચોમાસાની શરૂૂઆત પહેલાં રાજ્યમાં કેટલાંક સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી છે. 20મી જૂન સુધીમાં ચોમાસું સામાન્ય રીતે ગુજરાત, રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારને કવર કરી લે છે અને ઉત્તરાખંડ સુધી પહોંચી જાય છે. ગુજરાતમાં 18 જૂનથી 25 જૂન દરમિયાન ચોમાસું બેસી જવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં લગભગ 8થી 15 જૂન દરમિયાન ચોમાસું આવી જશે તેવી ધારણા છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે આગામી 2થી 3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના બાકીના ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. જોકે, કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *