હાથના કાંડા પાસે ‘RIP’ લખેલું છે, મહાકાલ લખેલું બ્રેસલેટ મળી આવ્યું
ગોંડલના ગુંદાળા ગામે વ્રજ-2 મારૂતિ ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલા ખેતરના અવાવરુ કુવામાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. યુવાનની લાશ મળ્યાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે. યુવકના જમણા હાથે ‘RIP’ ત્રોફાવેલુ છે તેમજ એક મહાદેવનું બ્રેસલેટ પણ પહેર્યુ હોવાનું જાણવા મળ્યું છે. હાલ ગોંડલ તાલુકા પોલીસના હેડકોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ રાણાએ વાલીવારસની શોધખોળ શરૂ કરી છે. તેમજ ઉપરોક્ત તસ્વીરમાં દેખાતા યુવાન વિશે માહિતી મળેતો ગોંડલતાલુકા પોલીસના 6359625714 નંબરમાં કોલ કરી જાણ કરવા પોલીસે અપીલ કરી છે.