જામનગરમાં વામ્બે આવાસ વિસ્તારમાં 40 વર્ષની વયનો એક યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. જે બનાવ અંગે સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એએસઆઈ વી.એમ. ચાવડા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તપાસ કરતાં અજ્ઞાત યુવાનનો મૃતદેહ સાંપડ્યો હતો.
પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને તેની ઓળખ કરવા માટે મૃતદેહને જીજી હોસ્પિટલના કોલ્ડરૂૂમમાં મૂકી રાખ્યો છે.
બાઈક સ્લીપ થતાં ચાલક આધેડનું મૃત્યુ
જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતા વશરામભાઈ દેવાભાઈ જાટીયા નામના 59 વર્ષના આધેડ, કે જે ગત 31મી તારીખે પોતાનું બાઈક લઈને નાની લાખાણી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન ગોળાઈમાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર હાર્દિક વશરામભાઈ એ પોલીસને જાણ કરતાં એ.એસ.આઈ. દિનેશભાઈ રાઠોડે મૃતદેહ નોં કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
