ગોંડલ ચોકડી પાસે બગીચામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

શહેરની ભાગોળે ગોંડલ ચોકડી નજીક બગીચામાંથી અજાણયા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા…

શહેરની ભાગોળે ગોંડલ ચોકડી નજીક બગીચામાંથી અજાણયા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ગોંડલ ચોકડી નજીક ઓવરબ્રિજ નીચે સંજય ઓટોમોબાઇલ નામની દુકાન સામે આવેલા બગીચામાંથી અજાણયો યુવાન (ઉ.વ.આશરે 35)બેભાન હાલતમાં પડ્યો હતો. જેનુ મોત નીપજ્યુ હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હેંમતભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતકના જમણા હાથની કલાઇ ઉપર મહિરા નામ ત્રોફાવેલુ છે અને તેનુ મોત બીમારી સબબ થયાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ વાલી વારસ હોય તો આજીડેમ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *