મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી
ધોરાજીનાં વેગડી નજીક આવેલ ભાદર નદી માંથી એક વૃધ્ધ પુરુષની લાશ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
ધોરાજીનાં વેગડી પાસે આવેલ ભાદર નદી માંથી એક લાશ નદીમાં તરતી હોય તેવાં સમાચાર મળ્યા. આ ઘટનાની જાણ થતાં જામકંડોરણા અને ધોરાજી પોલીસ તંત્ર અને નગરપાલિકાની ફાયર બ્રિગેડ વિભાગ ની ઘટના સ્થળે દોડી આવી હતી. અને તરવડાનાં સરપંચ અને ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
ફાયર બ્રિગેડની ટીમે અને લાશને બહાર કાઢી અને ધોરાજી નાં સરકારી હોસ્પિટલમાં લાશને પીએમ માટે મોકલી આપી હતી. આ લાશની ઓળખ કરવાની બાકી છે સરપંચ અને પોલીસ તંત્ર દ્વારા મૃતકની ઓળખ મેળવવા જરૂરી કાર્યવાહી કરી હતી. ક્યાં કારણોસર અને શું બન્યું છે અને કોણ છે તે પોલીસ તંત્ર તપાસ કર્યા બાદ સાચી હકીકત બહાર આવશે.
