દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે શનિવારે ગોરખપુર – ઓખા ટ્રેન પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આવીને ઉભી રહી હતી. ત્યારે ટ્રેનની મેન્ટેનન્સ સાફ-સફાઈ કરનાર સ્ટાફને ટ્રેનના એક કોચમાંથી એક આશરે 50 વર્ષની ઉંમરના એક વૃદ્ધની લાશ જોવા મળી હતી. જે અંગેની જાણ આર.પી.એફ.ને કરવામાં આવતા તેઓએ લાશનો કબજો લઈ દ્વારકા સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
આ મૃતક વૃધ્ધ વિશેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ રવિવારે પણ મૃતકના કોઈ વાલી-વારસની ભાળ મળી શકી ન હતી.
જેથી આ મૃતદેહને કોલ્ડ રૂૂમમાં રાખવામાં આવ્યો છે. આ સાથેને ફોટા વાળા મૃતકના વાલી-વારસએ ઓખાના હેડ કોસ્ટેબલ ભીમજીભાઈ નંદાણીયા અથવા ઓખા પોલીસનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
