દ્વારકાની ગોમતી નદીમાં દૂર્ઘટના અટકાવવા બોટ મુકાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લા ડિઝાસ્ટર વહીવટી તંત્ર દ્વારા દ્વારકામાં ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સલામતીના ભાગરૂૂપે સિક્યુરિટી જવાનો ખડે પગે…

દેવભૂમિ દ્વારકા જિલ્લા ડિઝાસ્ટર વહીવટી તંત્ર દ્વારા દ્વારકામાં ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સલામતીના ભાગરૂૂપે સિક્યુરિટી જવાનો ખડે પગે રાખવામાં આવ્યા છે. તેમજ ત્યાં દોરડા બાંધવાની પણ કામગીરી કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં સ્નાન ન કરવા જવા માટે દ્વારકાધીશના દર્શને આવતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ અનિચ્છનિય ઘટનાના બને તે માટે ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં સિક્યુરિટી જવાનો ખડે પગે રાખવામાં આવ્યા છે. આટલું જ નહીં, અહીં દોરડા બાંધવાની પણ કામગીરી કરવામાં આવી છે.

આગામી સમયમાં હરિદ્વારની જેમ રેલિંગ બાંધવાની કામગીરીનું પ્લાનિંગ પણ સુચારું રીતે કરવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની સલામતીના ભાગરૂૂપે હાઇ સ્પીડ રેસ્ક્યુ બોટ તેમજ રીમોટ ક્ધટ્રોલ લાઇફ બોય સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.આ સાથે ગોમતી નદીમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા ન જાય તે માટે જરૂૂરી પૂરતી વ્યવસ્થાઓ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *