સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે તા 18,9,25 ના સાંજ ના સાત કલાકે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ઉપાધ્યાય દ્વારા યાત્રિકો ના સુવિધા અર્થે બોટીંગ ને રીબીન કાપી અને શરૂૂઆત કરવામાં આવેલ છે આ બોટ ને જરૂૂરી ડોક્યુમેન્ટ ની ચકાસણી બાબતે ચોમાસા મા ત્રિવેણી સંગમ મા પાણી ભરાવા છતાં બંધ હતી પરંતુ કલેકટર દ્વારા લોકો ની સુરક્ષા ને ધ્યાને લઇ અને તમામ નિયમો અને ડોક્યુમેન્ટ ની ચકાસણી બાદ યાત્રિકો માટે બોટ નો શુભારંભ કરાવેલ છે અને લોકો માટે ખુલ્લી મુકેલ છે. સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ ખુબજ પવિત્ર સ્થળ છે અને દેશ વિદેશ થી લાખો યાત્રિકો ધાર્મિક વિધિઓ કરવા પધારે આ ત્રિવેણી સંગમ ખાતે હિરણ સરસ્વતી અને કપીલા નદી નો સંગમ છે.
અને વિશાળ ત્રિવેણી સંગમ ઉપર બંધ બાંધવાથી આ સંગમ મા મીઠું પાણી ભરાયેલ રહે છે અને વધારાનુ પાણી દરિયામાં નહિ જાય છે. આ બાબતે બોટ સંચાલક મહેશભાઈ ગૌસ્વામી અને પ્રકાશભાઈ ગૌસ્વામી એ જણાવ્યું કે આ બોટ અમારા બાપ દાદા ના સમય થી 1931 થી શરૂૂ છે અને યાત્રિકોની સુવિધા અને સુરક્ષા માટે પુરતું ધ્યાન રાખવામાં આવે છે અને સરકાર ના તમામ નિયમોનુ પાલન કરવામાં આવે છે આ બોટ નુ નામ રામેશ્વર વોટર સ્પોર્ટ છે અને તેમાં ફાયર સેફ્ટી માટે બાટલો,લાઈફ ઝાકિટ, ફર્સ્ટ એડ કિટ સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
