આઠ ખલાસીનો કુદરતી બચાવ: મધ્દરિયે બોટ ડૂબી અને બચાવો, બચાવોની બુમોથી દરિયો ગુંજી ઉઠ્યો
ગીર સોમનાથ નાં ઉના તાલુકાના નવાબંદર ગામે ગત તા 11 સાંજના સમયે નવાબંદર દરિયા કિનારે થી આઠ ખલાસી સાથે ફિશીંગ માં નિકળેલી બોટ અગિયાર નોટી માઈલ દૂર ઊંડા દરીયા વચ્ચે મધરાત્રિના ભારે પવન અને તોફાની સમુદ્ર નાં મોજાં ની થપાટ લાગતાં દરીયા માં ડુબવા લાગતાં ટંડેલ સહિત આંઠ ખલાસી જીવ જોખમમાં મૂકી દરીયા માં કુદી પડ્યા હતા અને રાડો રાડ કરતાં થોડાં અંતરે ફીસીગ કરી રહેલી બોટ નાં ટંડેલ ખલાસી એ બચાવી પોતાની બોટમાં ખેંચી લઈ જીંદગી બચાવી લીધી હોવાનું બહાર આવ્યું છે.
ઊનાનાં નવાબંદર ગામનાં માછીમાર ધરમશી ભાઈ રામભાઈ બાંભણીયાની માલિકીની હરી ઓમ બોટ રજીસ્ટરનંબરઆઈ. એન. ડી. જી. જે. 14એમ. એમ. 923 ગત તારીખ 11 ડીસેમ્બર નાં સાંજ નાં પાંચ વાગ્યા નાં આજુબાજુ નાં સમયે નવાબંદર દરીયા કાંઠે થી ટંડેલ ભીમા વસરામ બાંભણીયા, ખલાસી મજીઠીયા ભાણજી પાંચા ભાઈ, રમેશભાઈ વરજાગભાઈ ચારણીયા,મનુ વરજાગભાઈ ચારણીયા, મકવાણા સુનિલ દુદાભાઈ, લખમણભાઇ લાખાભાઇ મકવાણા, પ્રકાશ ભાઈ રામજીભાઈ, ભાવેશભાઈ કરશનભાઈ દરિયામાં ફિશીંગ કરવાં ગયેલ હતાં ફિશીંગ બોટ નવાબંદર થી બાર નોટી માઈલ દૂર મધરાત્રિના ફિશીંગ કરતી હતી અને અચાનક ભારે પવન ફૂંકાતા દરીયો તોફાની બન્યો હતો.
અચાનકજ ભારે દરીયા નાં મોજાં ની થપાટ લાગતાં બોટ દરીયા નાં પેટાળમાં ફંગોળાઇ ગઇ હતી અને ઊંડા પાણીમાં ગારક થવા લાગતાં બોટ નાં ખલાસી પોતાનો જીવ બચાવવા દરીયા નાં પાણીમાં કુદી પડ્યા હતા અને પોતાનો જીવ બચાવો બચાવો ની બુમો દરીયા માં ગુંજવા લાગી હતી મધરાત્રિના સમયે કુદરતી આ અકસ્માત સર્જાયો એ સ્થળે ધરમશીભાઈ બાંભણીયા ની અન્ય બોટ ફિશીંગ કરતી હોય તે તાત્કાલિક પહોંચી હતી અને દરીયા નાં પાણીમાં જીવન અને મોત વચ્ચે ઝઝુમી રહેલા ટંડેલ અને તમામ ખલાસી ને પોતાની બોટમાં ખેંચી લેતાં જીવ બચી ગયાં હતાં બોટ ઊંડા દરીયા વચ્ચે ડુબી ગઈ હતી.
આ બનાવ અંગે બોટ નાં ટંડેલ દ્વારા મોડીરાત્રે માલીક ધરમશી ભાઈ ને જાણ કરાતાં તાત્કાલિક ખલાસી ટંડેલ ને નવાબંદર દરીયા કિનારે લાવી પ્રાથમિક સારવાર આપી આરામ કરવા ઘરે મોકલી દેવાયાં હતાં તેમજ દરીયા વચ્ચે ડુબી ગયેલી બોટ ને ખેંચી કાઢી કાઠે લાવવાં માછીમાર બોટ નાં અન્ય માલીકો ની દશ જેટલી બોટો દરીયાઇ સીમા માં રવાનાં કરી ને ડૂબેલી બોટ લાવવા પ્રયત્ન હાથ ધર્યા છે.
બોટ ડુબી જતાં કિંમતી ફિશીંગ જાળ તેમજ સાધન સામગ્રી અને અનાજ, ડીઝલ બરફ નો જથ્થો પણ દરીયા પાણીમાં તણાઈ જતાં અંદાજીત દશ થીં બાર લાખનું ભારે નુક્સાન થયું હોવાનું બોટ માલિક ધરમશીભાઈ બાંભણીયા એ જણાવ્યું હતું આ બાબતે નવાબંદર મરીન પોલીસ ને જાણ કરાયેલ હતી