મહત્તમ બેઠકો પર કેસરિયો લહેરાયો: 15 મહાપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયતોના મોટા ભાગના પરિણામો જાહેર
ચૂંટણી પહેલા કૂદાકૂદ કરતાં વિપક્ષોને મતદારોએ જ ચૂપ કરી દીધા : છતાં આમ આદમી પાર્ટીનો અભ્યુદય ભાજપ માટે નવી ઉપાધિ
ગુજરાતમાં ત્રણ દાયકાથી સત્તાનો દબદબો ધરાવતા ભાજપનું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફરી એક વખત બુલડોઝર ફર્યુ છે અને રાજ્યની નવા-જુની તમામ 15 મહાનગરપાલિકા તથા 34માંથી 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં આપ સાથે કાંટેકી ટક્કર જોવા મળે છે. જો કે, ભાજપની બેઠકોમાં 2021ની સરખામણીએ ઘટાડો જરૂર થયો છે અને ખાસ કરીને જિષલાલા પંચાયતોમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતાં સારો દેખાવ કર્યો છે.આ સિવાય રાજ્યની 88 નગરપાલિકા પૈકી 75 થી વધુ નગરપાલિકાઓ અને 260 પૈકી 200 થી વધુ તાલુકા પંચાયતોમાં ફરી ભાજપનું શાસન આવ્યું છે.
આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે પોતાના ઉમેદવારોને બિનહરીફ જીતાડવા ચૂંટણી પૂર્વે જે આકાશ પાતાળ એક કર્યા એ કુલ સર્વગ્રાહી વિજયમાં કામ આવ્યા છે. ઉદાહરણ તરીકે કડી નગરપાલિકામાં ભાજપે 28 બેઠકો બિનહીરફ અંકે તો કરી લીધી પણ જે આઠ બેઠકો પર લડવાનું થયું તે તમામ ગુમાવી ! આગમચેતીએ ભાજપની સફળતામાં માત્ર ચાર નહીં અનેકચાંદ લગાવી આપ્યા છે, રાજકીય કુનેહ, ઈલેકશન મેનેજમેન્ટ, કાર્યકરોમાં અંજપો છતાં મોટા ગજાના નેતાઓને નળીયેથી તળીયે સુધી દોડાવવાની વ્યુહનીતિને કારણે આખરે કમળે બાજી મારી લીધી છે.
ગુજરાતની 15 મહાપાલિકા, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતના બનેલા રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અસ્તિત્વ પર સરેરાશ હાથણીએ ભાજપ ઉપર કળશ ઢોળ્યો છે. ટિકીટોની વહેચણીથી સર્જાયેલા પ્રાસંગિક આંતર કલહનો આ જવલંત સફળતાએ છેદ ઉડાડી દીધો છે. આગામી વરસે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જો આ ચૂંટણીઓને સેમિફાઈનલ ગણવામાં આવે તો મતદારોનો બોધપાઠ એટલો છે કે એક નવા વિકલ્પનો રાજ્યમાં ઉદય થયો છે. એટલે સાવધ રહી અધિક લોકાભિમુખ શાસન દાખવશો તો ટકશો નહિતર વાંધા પડી શકે છે.
2021ની ચૂંટણીમાં પાલિકા, મહાપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતો ઉપર મજબૂત પકડ ધરાવતાં ભાજપની પકડ થોડી ઢીલી પડી હોય તેમ બેઠકોમાં ઘટાડો નોંધાયો છે. આગામી વર્ષે યોજાનાર ધારાસભાની ચૂંટણીના સેમિફાઈનલ સમાન આ ચૂંટણીમાં ભાજપ માટે મતદારોનો ચેતવણીજનક જનાદેશ છે. જ્યારે કોંગ્રેસ માટે નવી ઈનીંગ શરૂૂ કરવા સમાન જણાય છે તો આમ આદમી પાર્ટી માટે આશાના નવા કિરણ સમાન પરિણામો આવી રહ્યાં છે. રાજ્યની જુની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાઓ તેમજ નવી 9 મહાનગરપાલિકાઓમાં ભાજપે પ્રભુત્વ જાળવી રાખ્યુ છે.
પરંતુ બેઠકોમાં ઘટાડો થયો છે. જ્યારે 84 નગરપાલિકાઓ પૈકી અંદાજે 80 નગરપાલિકાઓમાં ભાજપ બહુમતી તરફ આગેકદમ કરી રહેલ હોવાનું પ્રારંભીક ટ્રેન્ડ પરથી જણાઈ કડી નગરપાલિકામાં 28 બેઠકો બિનહરીફ જીત્યા બાદ બાકીની તમામ બેઠકો ભાજપ ચૂંટણીમાં હાર્યુંનમહેસાણા જિલ્લાની કડી નગરપાલિકાની ચુંટણી શરૂૂઆતથી જ ભારે ચર્ચામાં રહી હતી. પૂર્વ મુખ્યમંત્રી નીતીન પટેલનો ગઢ ગણાતી કડીની બેઠકની ચુંટણી જાહેર થયા બાદ સાત વોર્ડની 28 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. જેમાં 7 વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. કુલ 9 વોર્ડમાંથી 7 વોર્ડ બિનહરીફ થઇ જતા બાકીના બે વોર્ડની 8 બેઠકો માટે ચુંટણી યોજાઇ હતી. જેમાં આશ્ચર્યજનક પરિણામ આવ્યું છે. આ તમામ બેઠકોમાં ભાજપ હારી ગયું છે અને નીતીન પટેલના ગઢમાં પહેલી વખત આવી રીતે ભાજપની હાર થઇ છે.
મતદાનમાં પાછળ રહેલી મહિલાઓ વિજય સરઘસમાં આગળ : રાસની રમઝટ
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પુરૂષ મતદારોની તુલનામાં મહિલા મતદારો પાછળ હતાં અને તેમની ટકાવારી સાતેક ટકા ઓછી હતી. આજે પરિણામો જાહેર થયા પછી ભાજપના અને અન્ય પક્ષોના જીતેલા ઉમેદવારોના વિવિધ સરઘસોમાં મહિલાઓ ઉમળકાભેર આગળ રહી હતી અને વિજય સરઘસની આગળ તથા દરેક ચોકમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
‘આપ’ના કદાવર નેતા મનોજ સોરઠિયા સુરતમાં વોર્ડની ચૂંટણીમાં હારી ગયા
આમ આદમી પાર્ટીને સુરતમાં મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી મનોજ સોરઠીયા વોર્ડ નં.4માં ચૂંટણી હારી ગયા છે. સુરત મહાનગરપાલિકામાં ગત 2021ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભારે ઉત્સાહજનક પ્રદેશને કર્યુ હતું. પણ આ વખતની ચૂંટણીમાં કદાવર નેતા મનોજ સોરઠીયા જ હારી જતાં મોટો અપસેટ સર્જાયો છે.
કડી નગરપાલિકામાં 28 બેઠકો બિનહરીફ જીત્યા બાદ બાકીની તમામ બેઠકો ભાજપ ચૂંટણીમાં હાર્યું
મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકાની ચુંટણી શરૂઆતથી જ ભારે ચર્ચામાં રહી હતી. પૂર્વ મુખ્યમંત્રી નીતીન પટેલનો ગઢ ગણાતી કડીની બેઠકની ચુંટણી જાહેર થયા બાદ સાત વોર્ડની 28 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. જેમાં 7 વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. કુલ 9 વોર્ડમાંથી 7 વોર્ડ બિનહરીફ થઇ જતા બાકીના બે વોર્ડની 8 બેઠકો માટે ચુંટણી યોજાઇ હતી. જેમાં આશ્ચર્યજનક પરિણામ આવ્યું છે. આ તમામ બેઠકોમાં ભાજપ હારી ગયું છે અને નીતીન પટેલના ગઢમાં પહેલી વખત આવી રીતે ભાજપની હાર થઇ છે.
