મોટી પાનેલી તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપના મનીષાબેનનો ભવ્ય વિજય

સામાજિક એકતા અને સંગઠનનો વિજય બતાવતા ધારાસભ્ય પાડલિયા ઉપલેટા તાલુકા ના મોટી પાનેલીમાં તાલુકા પંચાયત ની પાનેલી એક નંબર ની સીટ ની પેટા ચૂંટણી યોજાયેલ…

સામાજિક એકતા અને સંગઠનનો વિજય બતાવતા ધારાસભ્ય પાડલિયા

ઉપલેટા તાલુકા ના મોટી પાનેલીમાં તાલુકા પંચાયત ની પાનેલી એક નંબર ની સીટ ની પેટા ચૂંટણી યોજાયેલ મહિલા અનામત જેમાં બન્ને પાર્ટી તરફથી પાટીદાર મહિલા ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા ભારે રસાકસી ભરેલ આ સીટ ઉપર પેટા ચૂંટણી હોવા છતાં કાર્યકર્તા ઓ એ એડિચોટી નું જોર લગાવ્યું હતું જયારે ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા સ્થાનિક ગામના હોય ત્યારે તેમના માટે પણ આ બેઠક મહત્વની હતી માટે ધારાસભ્ય ની સીધી દેખરેખ નીચે પાનેલી ના ભાજપા ના કાર્યકર્તા ઓ એ દિવસ રાત મહેનત કરી લગતા વળગતા કાર્યકરો ને રાજકોટ થી બોલાવી ચૂંટણી જીતવા ભરપૂર પ્રયાસ કરેલ સ્થાનિક કાર્યકરોની મહેનત અંતે રંગ લાવતા ભાજપા દ્વારા આ બેઠક કોંગ્રેસ પાસેથી ઝુંટવી લેવામાં સફળ થયેલ મતદારો એ ભાજપના મનીષાબેન ભાવેશભાઈ સવસાણી ને 218 મતની લીડથી જીતાવ્યા હતા. ભાજપ ની આ જીત ને ગામની એકતા અને સંગઠનની જીત ગણાવતા ધારાસભ્ય પાડલીયા એ જણાવેલ કે મતદાતાઓ એ જ્ઞાતિ ધર્મ થી પર રહીને એકતા અને સંગઠનની ભાવના ને વિજય બનાવ્યો આ જીત ભાજપ ની નથી સમગ્ર ગામની છે.

સાથેજ જી. સભ્ય મીરાબેન ભાલોડીયા એ કાર્યકરોની મહેનત ને સલામ કરેલ. વિજેતા ઉમેદવાર મનીષાબેન સવસાણી એ ધારાસભ્ય સરપંચ જિલ્લા તાલુકા ના સભ્ય ગ્રામ સભ્યો સાથે તમામ ગ્રામજનો સહીત સર્વે જ્ઞાતિના આગેવાનો તેમજ પાનેલી ભાજપા ના કાર્યકરો સાથે રાજકોટ થી પધારેલા આગેવાનો પૂર્વ પ્રમુખશ્રી ઉપ પ્રમુખઓ પૂર્વ સરપંચ ઉપસરપંચ અને તમામ હોદેદારો નો અને મહિલા શક્તિ નો આભાર વ્યક્ત કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *