ફોર્મ નં.7ના નામે ચોક્કસ લોકોના નામ કમી કરવા ભાજપનો ખેલ

તા.16થી 18 જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ આપવા કોંગ્રેસની કલેકટરને આવેદનપત્ર આપી માંગણી, યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સદન સુધારણા…

તા.16થી 18 જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ આપવા કોંગ્રેસની કલેકટરને આવેદનપત્ર આપી માંગણી, યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી

ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સદન સુધારણા 2026 સંદર્ભે તા. 19-12-2025 ના રોજ મુશદા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર મતદાર યાદી અનુસંધાને વાંધા, સૂચન અને હકદાવા માટે ફોર્મ નં. 6, 7 અને 8 ભરવાની છેલ્લી તારીખ 18-01-2026 નિર્ધારિત કરવામાં આવેલ હતી. અચાનક તા. 16-01-2026 થી સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેનું ફોર્મ નં. 7 હજારોની સંખ્યામાં આવવા મંડ્યા છે. ત્યારે આજે શહેર કોંગ્રેસે કલેકટર કચેરીમાં ધરણા કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે ફોર્મ7 અંગે કાનૂની સ્થિતિ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને મતદારોની નોંધણી નિયમો, 1960 ની જોગવાઈઓ અનુસાર, ફોર્મ7 (નામ કાઢી નાખવા માટે વાંધો) ફક્ત ત્યારે જ સબમિટ કરી શકાય છે, અને દરેક અરજી ચૂંટણી નોંધણી અધિકારી (ઊછઘ) દ્વારા વ્યક્તિગત ચકાસણી અને ચકાસણીને અધીન હોવી જોઈએ. મળતી માહિતી મુજબ સત્તાધારી પક્ષ દ્વારા સુનિયોજિત રીતે ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને રાજકીય પક્ષ તરફી મતદારોના નામ મતદાર યાદી માંથી કમી કરવા માટે રજૂ થયેલ છે.
ફોર્મ7 વાંધાઓનું સંકલિત ફાયલિંગ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ખોટી રીતે સાચા મતદારોના નામ કાઢી નાખવા અને મતદાર યાદીમાં છેડછાડ કરવા માટે એક ઇરાદાપૂર્વકનું મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓને નબળી પાડવાનું કાવતરું હોય તેવું લાગે છે, જેનાથી લોકશાહી પ્રક્રિયા નબળી પડે છે.

અમારી માંગણી છે કે ફોર્મ નં. 7 સબમિટ કરવાના સમયગાળાના છેલ્લા દિવસો એટલે કે તા. 16, 17, અને 18 જાન્યુઆરી, 2026 ના દિવસોમાં જેટલા પણ ફોર્મ નં. 7 સ્વીકારવામાં આવ્યા હોય તે બધી જ ઓફિસોના સીસીટીવી ફૂટેજ અમોને આપવામાં આવે, તપાસવામાં આવે. સાથો સાથ જેતે ઓફિસના અધિકારીઓ કે જેમણે ફોર્મ નં. 7ને જથ્થાબંધ રીતે સ્વીકાર્યા છે તેવા અધિકારીઓની ભૂમિકાને પણ તપાસવામાં આવે, અને આવા અધિકારીઓ કે સત્તાધારી પક્ષના માણસો કાયદાકીય પ્રક્રિયાને ઉલ્લંઘન કરતા જણાય તો તેમની સામે ફોજદારી રહે પગલાં લેવાની પણ અમારી માંગણી છે. જો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થઈ તો ના છૂટકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને રસ્તા ઉપર ઉતરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

આ રજૂઆત માં ડો. રાજદીપસિંહ જાડેજા પ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ, હિતેશભાઈ વોરા પ્રમુખ, રાજકોટ જીલ્લા કોંગ્રેસ,વશરામભાઈ સાગઠીયા, મહેશભાઈ રાજપુત,ગાયત્રીબા વાઘેલા, અતુલભાઇ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી ,સંજયભાઈ અજુડીયા ,ડી પી મકવાણા, મનીષાબા વાળા, દિપ્તીબેન સોલંકી, રણજીત મુંધવા, દીપ ભંડેરી, હાજીભાઇ ઓડિયા, નયનાબા જાડેજા, માવજીભાઈ રાખસીયા, નીતિનભાઈ ભંડેરી, સંજયભાઈ લાખાણી, હબીબ કટારીયા વિગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *