બિહારમાં એનડીએમાં બેઠકોની ખેંચતાણ યથાવત, મહાગઠબંધનમાં એક સંધાય ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ: ગિરિરાજે ચિરાગને સ્ટ્રાઇક રેટનું ગાણું ન ગાવા કહ્યું: દાવેદારો ઉભા ખેતર અને ગાભણી ગાય સામે નજર નાખી રહ્યા છે પણ જેના હાથમાં ટિકિટ આવશે તે જ રાજી
ભાજપે 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે, જેમાં કુલ 71 ઉમેદવારોના નામ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીને તારાપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રામ કૃપાલ યાદવને પણ દાનાપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
યાદીમાં અન્ય મુખ્ય નામોમાં રેણુ દેવી (બેતિયા), પ્રમોદ કુમાર સિંહા (રક્સૌલ), શ્યામબાબુ પ્રસાદ યાદવ (પીપરા) અને નીતિશ મિશ્રા (ઝાંઝરપુર)નો સમાવેશ થાય છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ આ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. જો કે ઘટકપક્ષો વચ્ચે સામસામી નિવેદનબાજી અને પસંદગીની બેઠકો માટે ખેંચતાણ યથાવત છે.
એનડીએમાં ભાજપના કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ ચિરાગ પાસવાન પર ખફા છે તો જેડીયુમાં પણ આંતરીક ડખ્ખા છે. ટિકીટ કપાઇ રહ્યાનો જેમને ડર છે તે ધારાસભ્યો મુખ્યમંત્રીના નિવાસસ્થાન બહાર ધરણા પર બેઠા છે તે તો સરકારના મંત્રીની આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે.સ્ટ્રાઈક રેટના આધારે બેઠકોનો દાવો કરી રહી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે હવે આ અંગે પ્રતીકાત્મક ટિપ્પણી કરી છે.
તેમણે 2010 ની બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કર્યો હતો. ગિરિરાજ સિંહે લખ્યું, 2010 ની બિહાર ચૂંટણીમાં ગઉઅ એ ઇતિહાસ રચ્યો. તેઓએ 243 માંથી 206 બેઠકો જીતી! ઉંઉઞ એ 141 માંથી 115 બેઠકો જીતી. સ્ટ્રાઈક રેટ 81%. ભાજપે 102માંથી 91 બેઠકો જીતી. સ્ટ્રાઈક રેટ 89%. બિહારના રાજકારણમાં આટલો મોટો વિજય ક્યારેય થયો નથી. ધર્મેન્દ્ર પ્રધાન તે સમયે પ્રભારી હતા, અને આજે પણ તેઓ પ્રભારી છે.કહેવાય છે કે 29 બેઠકો ફાળે આવી હોવા છતાં ચિરાગ પાસવાન જેડીયુના કોટાની 4 બેઠકો માંગી રહ્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે ઓલ ઇઝ વેલનો દાવો કર્યો છે.
પરંતુ દાવેદારોનો રાફડો ફાટયો છે તે જોતા તમામ પક્ષોમાં બળવાખોરોનો રાફડો ફાટે તેવું જણાઇ રહ્યું છે. બિહારમાં ગઉઅ ની અંદર સીટ વહેંચણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હોવા છતાં, ગઉઅ ની સોમવારે યોજાનારી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ મુલતવી રાખવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ મુલતવી રાખવાથી પ્રશ્નો ઉભા થયા કે શું ગઉઅ હજુ પણ સીટ વહેંચણી અંગે અનિર્ણિત છે, કારણ કે જો બધું બરાબર હોય, તો પ્રેસ કોન્ફરન્સ યોજવી જોઈતી હતી.
જેડીયુ ધારાસભ્ય નીતિશના બંગલા બહાર ધરણાં પર બેઠા, મંત્રીની આંખમાંથી આંસુ
NDAની સીટ વહેંચણી ફોર્મ્યુલા ગઠબંધન ભાગીદારો માટે અસહ્ય છે. પહેલા, હિન્દુસ્તાની અવમ મોરચાના માંઝી અને રાષ્ટ્રીય લોક મોરચાના ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, અને હવે, એક મુખ્ય ગઠબંધન પક્ષ, જનતા દળ યુનાઇટેડ પણ ઉથલ પાથલમાં છે. ભાગલપુરના ગોપાલપુર વિધાનસભા મતવિસ્તારના જનતા દળ યુનાઇટેડના ધારાસભ્ય ગોપાલ મંડલ હવે મુખ્યમંત્રી નિવાસસ્થાનની બહાર ધરણા પર બેઠા છે. આ દરમિયાન, જનતા દળ યુનાઇટેડના ધારાસભ્ય અને સહરસામાં સોનબરસા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા મંત્રી રત્નેશ સદાના રડવા લાગ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની બેઠક ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીને પણ ફાળવવામાં આવી છે.
